Good news! પાછા એક થઇ ગયા હાર્દિક-નતાશા
સર્બિયાની મૉડેલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયા પર ફરીથી સ્ટોર કરી દીધી છે. નતાશાના આ સ્ટેપથી તેના ફેન્સને સારા સમાચાર મળ્યા છે. તેમનું કહેવું છે કે હવે આ કપલ વચ્ચેનો મનમોટાવ દૂર થઇ ગયો છે. બંને પાછા એક થઇ ગયા છે.
છેલ્લા થોડા સમયથી ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા અને તેમની પત્ની તથા બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં હતા. તેમના છૂટાછેડાની અફવાઓ ફેલાઈ હતી. જોકે, નતાશા કે હાર્દિકે આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. આ બધા વચ્ચે બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા અને પોતાની તસવીરો પણ શેર કરી રહ્યાં હતા. લોકો તેમના વિશે અનેક અટકળો લગાવી રહ્યા હતા અને તેમના ડિવોર્સ પાછળ અનેક તર્કવિતર્ક પણ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ આને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યું હતું તો કેટલાક લોકોએ નતાશાના મિસ્ટ્રી મેન સાથેના સંબંધો કારણભૂત ગણાવ્યા હતા.
Read More: Hardik Pandya and Natasa Stankovicના છુટાછેડા એ પબ્લિસિટી સ્ટન્ટ? જાણો કોણે કર્યો આવો દાવો?
ક્રિકેટરના ફેન્સ હાર્દિક પંડ્યાથી અલગ થવાને કારણે તેની પત્ની નતાશા પર તેની સાથે છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યા હતા. આ દરમિયાન નતાશા સ્ટેનકોવિકનું નામ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે જોડવામાં આવી રહ્યું હતું. હાર્દિક પંડ્યાથી અલગ થવાના સમાચાર આવ્યા બાદ નતાશા એલેક્ઝાન્ડર એલેક્સ સાથે ઘણી વખત જોવા મળી હતી. જોકે, લોકોએ ખાંખાખોળા કરીને બંનેના સંબંધ વચ્ચેનું સત્ય જાણી જ લીધું હતું. મળતી માહિતી મુજબ નતાશા સ્ટેનકોવિક અને એલેક્ઝાન્ડર એલેક્સ પિતરાઈ ભાઈ બહેન છે. 20 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક તસવીર શેર કરતી વખતે, નતાશા સ્ટેનકોવિકે લોકોને કહ્યું હતું કે એલેક્ઝાંડર એલેક્સ તેનો સાવકો ભાઇ છે.
એલેક્ઝાન્ડર એલેક્સ પ્રખ્યાત સાઇબેરીયન મોડલ અને ફિટનેસ ટ્રેનર છે. એલેક્ઝાંડર એલેક્સ તેની બહેન નતાશા અને સાળા હાર્દિક પંડ્યાના દરેક પારિવારિક પ્રસંગોમાં સક્રિયપણે ભાગ લે છે. એલેક્ઝાન્ડર એલેક્સનું બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સાથે અફેર ચાલી રહ્યું હોવાના અહેવાલ છે. એલેક્ઝાન્ડર એલેક્સે વેબ સીરિઝ કેમેલિયનમાં પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો છે.
Read More: ગેમ રમી ગયો Hardik Pandya! નતાશાને ફૂટી કોડી નહીં મળે…
નતાશાની વાત કરીએ તો 1992માં સર્બિયાના પોઝારેવેકમાં જન્મેલી નતાશા એક્ટિંગમાં પોતાનું નસીબ અજમાવવા માટે 2012માં ભારત આવી હતી. તેણે 2013માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સત્યાગ્રહ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે બિગ બોસ 8 ની સ્પર્ધક રહી ચૂકી છે. 2015 માં નતાશા રેપર બાદશાહના લોકપ્રિય ગીત ડીજે વાલે બાબુમાં જોવા મળી હતી. નતાશાએ ફુકરે રિટર્ન્સ, ડેડી અને ધ બોડી જેવી ઘણી ફિલ્મોમાં આઈટમ નંબર કરીને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે.