Loksabha ચૂંટણીના પરિણામો પૂર્વે Sensex ઓલ ટાઈમ હાઇ, 2000 પોઇન્ટનો ઉછાળો
મુંબઈ : Loksabha ચૂંટણીના પરિણામો પૂર્વે શેરબજાર ઓલ ટાઈમ હાઇ જોવા મળ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે(Sensex) 76,738 અને નિફ્ટીએ 23,338ની ઊંચી સપાટી બનાવી છે. હાલમાં સેન્સેક્સ 2000થી વધુ પોઈન્ટના વધારા સાથે 76,050ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
જ્યારે નિફ્ટીમાં પણ 650 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તે 23,200 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. શેરબજારમાં આ વર્ષનો આ સૌથી મોટો ઉછાળો છે. અગાઉ 29 જાન્યુઆરીના રોજ સેન્સેક્સમાં 972 (1.76 ટકા) પોઈન્ટનો વધારો થયો હતો.
ડોલર સામે રૂપિયો 42 પૈસા મજબૂત
ડોલર સામે રૂપિયો 42 પૈસા મજબૂત થયો છે. અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયો 83 રૂપિયા પ્રતિ ડૉલર પર પહોંચી ગયો છે. અગાઉ રૂપિયો પ્રતિ ડોલર 83.42 રૂપિયા હતો.
શુક્રવારે પણ બજારમાં તેજી જોવા મળી હતી
આ પહેલા ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 31મી મેના રોજ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 75 પોઈન્ટના વધારા સાથે 73,961 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 42 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, તે 22,530 ના સ્તર પર બંધ થયો હતો.