T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: ભૂતપૂર્વ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ સામે પાપુઆ ન્યૂ ગિનીએ 136 રન બનાવ્યા!

પ્રૉવિડન્સ (ગયાના): બે વખત ડૅરેન સૅમીના સુકાનમાં ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી ચૂકેલા વેસ્ટ ઇન્ડિઝ (West Indies) સામે રવિવારે ક્રિકેટના નવા-સવા પાપુઆ ન્યૂ ગિની (PNG)એ 20 ઓવરમાં આઠ વિકેટે 136 રન બનાવીને યજમાન ટીમને 134 રનનો થોડો પડકારરૂપ કહી શકાય એવો લક્ષ્યાંક આપ્યો હતો.

વેસ્ટ ઇન્ડિઝે બૅટિંગ આપ્યા પછી પીએનજીએ સાત રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યાર બાદ નાની અને મધ્યમ સ્તરની ભાગીદારીની મદદથી પીએનજીએ 136 રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો.

પીએનજીના 31 વર્ષની ઉંમરના સેસે બૉઉએ 43 બૉલમાં એક સિક્સર અને છ ફોરની મદદથી 50 રન બનાવ્યા હતા. 107 ઇન્ટરનૅશનલ મૅચના અનુભવી કૅરિબિયન ઑફ સ્પિનર રૉસ્ટન ચેઝને 26 રનમાં એકેય વિકેટ નહોતી મળી. તાજેતરની આઇપીએલના સ્ટાર ઑલરાઉન્ડર કેકેઆરના આન્દ્રે રસેલે તેમ જ અલ્જારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી. કૅરિબિયન ટીમના ગુડાકેશ મૉટી, રોમારિયો શેફર્ડ અને અકીલ હૉસેને એક-એક વિકેટ લીધી હતી.

અસ્સાદ વાલા પીએનજીનો કૅપ્ટન છે અને તેણે 21 રન તેમ જ વિકેટકીપર કિપ્લિન દોરિગાએ અણનમ 27 રન બનાવ્યા હતા.

પીએનજીએ છેલ્લી ત્રણ ઓવરમાં 37 રન બનાવ્યા જેને કારણે આ ટીમને 100-પ્લસનો સ્કોર મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button