NHAI કર્યો ટોલ ટેક્સમાં વધારો: આવતીકાલથી આખા દેશમાં લાગુ થશે નવા દરો
નવી દિલ્હી : ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (National Highways Authority of India – NHAI)એ ટોલ ટેક્સમાં (raise in Toll Tax) વધારો કર્યો છે. આ નવા દર આજ રાત એટલે કે 2 જૂનથી રાતે 12 વાગ્યાથી લાગુ થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારથી આખા દેશમાં માર્ગ ટોલ ટેક્સમાં 3-5 %નો વધારો લાગુ થઈ જશે. જો કે વાર્ષિક વધારો એપ્રિલમાં દેશમાં ચૂંટણી હોવાના લીધે રોકી દેવામાં આવ્યો હતો.
ભારતમાં ટોલ ચાર્જમાં વાર્ષિક ધોરણે ફુગાવાને ધ્યાને લઈને સુધારો કરવામાં આવે છે. હાઇવે ઓપરેટરો દ્વારા સ્થાનિક વર્તમાનપત્રોમાં સોમવારથી લગભગ 1100 ટોલ પ્લાઝા પર 3% થી 5%નો વધારાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના અધિકારીએ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોવાથી હવે ટોલ ટેક્સના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન આના પર રોક લગાવવામાં આવી હતી આથી હવે 3 જુનથી આ વધારો લાગુ થઈ જશે.
ટોલ ટેક્સ વસૂલાત 2018-19 ના વર્ષે 252 અબજ રૂપિયા હતી જે વધીને 2022-23 ના વર્ષે 540 અબજ રૂપિયા કરતાં વધુ થઈ હતી. માર્ગ પરિવહનની સુવિધામાં વૃદ્ધિની સાથે ટોલ પ્લાઝા અને તેના દરોમાં વધારાથી લાભ મળ્યો છે.