સતત ઊર્જાવાન રાખતી વનસ્પતિ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
ભાગ-૨
પ્રાકૃતિક વનસ્પતિ પ્રકૃતિની ઉમદા દેન છે. જલ-વાયુ પરિવર્તનનું પાલન કરી સ્વાભાવિક રૂપથી તે ઊગે છે. ભારતમાં પ્રાકૃતિક વનસ્પતિની એક વિશાળ શૃંખલા ઊગે છે. આ પ્રાકૃતિક વનસ્પતિનું સંરક્ષણ કરવું જોઈએ જે પર્યાવરણની ગુણવત્તા વધારવામાં પ્રમુખ ભૂમિકા નિભાવે છે. આજીવિકા પ્રદાન કરે છે, સાથે સાથે શરીરનું સ્વાસ્થ્ય જળવાય છે. રોગોથી પ્રભાવિત લોકોએ આ વનસ્પતિ વિશે જાણવું અધિક મહત્ત્વનું છે. આ વનસ્પતિ આંતરિક રીતે શરીરની ગુણવત્તા વધારી દે છે.
ચોલાઈ ભાજી
આનું વૈજ્ઞાનિક નામ એમરેન્થસ વિરડિસ છે. આ ભાજી ઉગાડવામાં આવે છે. બે રંગની હોય છે લાલ-લીલી. પોષકમાનની દૃષ્ટિએ આ ભાજી શ્રેષ્ઠ છે. લગભગ બધે જ મળે છે. સાત-આઠ મહિના આ ભાજી મળે છે. વર્ષાઋતુમાં આ ભાજી ઓછી મળે છે. આયરન શ્રેષ્ઠ શ્રોત છે. પાચનક્રિયાને વેગવાન બનાવે છે. શરીરમાં જમા થયેલા ઝેરી તત્ત્વોનો તુરંત નિકાલ કરે છે. આનું શાક સ્વાદિષ્ટ બને છે. સવારના આનો તાજો રસ લેવો જોઈએ.
બથુવા ભાજી
આનું વૈજ્ઞાનિક નામ (ચિનોપોડિયમ અલ્બમ) તેમ જ ચંદન બથુવા પણ કહેવાય છે. આ બહુ ઉપયોગી ભાજી છે. સાપનું ઝેર ઉતારે છે. પોષક-માનની દૃષ્ટિએ કારગર છે. પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં છે. કેલ્શિયમનું પ્રમાણ અધિક છે. પથરી, ગૅસ, પેટમાં દર્દ કે કબજીયાતની સમસ્યાને નિવારે છે. કૃમિનાશક અને હૃદયને મજબૂત બનાવે છે. આના પરોઠા, શાક, સૂપ, રાયતુ, પકોડા બનાવી વાપરી શકાય છે.
કૌઆ કેના ભાજી – આનું વૈજ્ઞાનિક નામ (કોમેલિના બેધાલોસિસ) ઔષધિય ગુણોનો ભંડાર છે. મૂત્રવર્ધક છે. ત્વચાની સોજા કાઢી નાખે છે. કુષ્ઠ રોગને ઢીક કરે છે. કેલ્શ્યિમનો સ્ત્રોત છે.
કરેંબૂ ભાજી
કરમતા ભાજી, વોટર સ્પિનાચ આનું વૈજ્ઞાનિક નામ (આઈપોમિયા એકવાટિકા) વિટામિનની પ્રચુર માત્રા છે. બીટા કેરાટીનનો સ્ત્રોત છે તેથી વાળને વધારે છે. બાળકો ને મહિલા માટે ઉત્તમ છે. આંખોના રોગ દૂર કરે છે.
પોઈ ભાજી
આનું વૈજ્ઞાનિક નામ (બસેલ્લા એલ્બા) મલબાર સ્પીનેચ પણ કહેવાય છે. સદાબહાર વેલ છે. દેશ-વિદેશ ખૂબ મોટા પ્રમાણમાં વપરાય છે. હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. ૨૬૦ મિલી ગ્રામ જેટલું કેલ્શ્યિમ છે. આ ભાજી બધે જ ખૂબ ઉગે છે. મફતની ભાજી છે.
ખાટી ભાજી
જંગલી પાલક આનું વૈજ્ઞાનિક નામ (રુમેકસ એસિટોસા) પાલક જેવી દેખાય છે. સ્વાદ હલકો ખાટો છે. વિટામિન સી અને કેલ્શ્યિમ મોટા પ્રમાણમાં છે. આમાં ઓકસેલિક અમ્લ છે. ચરબી કાઢી નાખે છે. ત્વચા સુંદર બનાવે છે. આનો રસ લેવાથી પથરી થતી નથી.
હુરહુરિયા ભાજી
આનું વૈજ્ઞાનિક નામ (સિલોમ-વિસ્કોસા) પોતાની મેળે જ ઊગે છે. મે થી ઑક્ટોબર સુધી થાય છે. માથાનો દુ:ખાવો, સોજા, મલેરિયા, અલ્સર, કાન દર્દ, ફોડા, ખીલ, કફને માટે કામ આવે છે. આને ભોજનનો હિસ્સો બનાવવો જોઈએ.
કોજીયારી ભાજી
આ સફેદ મૂસળીના પાન છે. શક્તિવર્ધક ભાજી છે. આ વર્ષમાં એકવાર તો જરૂર ખાવી જોઈએ. સ્વાદમાં ખૂબ જ ઊંચી છે.
પટવા ભાજી
વૈજ્ઞાનિક નામ હિબીસ્કસ – કૈનબિનસ રોડના કિનારા પર વર્ષાઋતુમાં ઊગે છે. જીવાણુ રોધી, ટ્યૂમર રોધી, ભૂખ વધારે છે. લીવરની સોજા કે વધવું દૂર કરે છે. કેંસરને અટકાવે છે. ડાયાબિટીસમાં કામ આવે છે. પ્રતિરોધક ક્ષમતા વધારે છે. આ સુરક્ષા પ્રદાન ભાજી છે.
સિલીયારી ભાજી
વૈજ્ઞાનિક નામ (સિલોસિયા-અર્જેટિયા) યૂરીનરી સ્ટોન કાઢે છે. વિંછીના ડંખ પર આની લુગદી લગાડી શકાય છે. થૂંકમાં લોહી આવવા પર કામ કરે છે. વિટામિન બીનો સ્રોત છે. મોઢાના છાલા દૂર કરે છે.
કમલ ભાજી
નિલમ્બો ન્યૂસીફેરા વૈજ્ઞાનિક નામ છે. કમલ પાનની ભાજી ખૂબ જ જાયકેદાર અને સ્વાદિષ્ટ બને છે. ઊંચા દરજ્જાની ભાજી છે. આખા શરીરના સોજા ઉતારી દે છે. હૃદયને લાંબુ આયુષ્ય આપે છે.
ચિર ચિટા ભાજી
વૈજ્ઞાનિક નામ (અચિરાંથિસ-અસ્પેરા) બહુ ઉપયોગી ભાજી છે. જૂની શરદી કમળાની બીમારી, ચરબી કાઢવા માટે, બવાસીર માટે ઉપયોગી છે. આનું દાંતણ કરવાથી દાંત મજબૂત બને છે. દાંત મોતી જેવા ચમકે છે. આના બીજા નામ લટપુરા અપામાર્ગ છે. બીજા ઘણા રોગો માટે કામ આવે છે.
ધમરા ભાજી
ભૃંગરાજ – વૈજ્ઞાનિક નામ (ટ્રાઈડાક્સ પ્રોકમ્બેન્સ)
બીજા નામ – જંયતી વેદ, કોટબટન છે.
ફક્ત વાળ માટે જ નહીં બીજા ઘણા રોગો દૂર કરે છે. એસીડીટી, કાન-માથું દુ:ખવું, બવાસીર, કાનનીરસી, સર્દી, દાંતમાં દુ:ખાવોમાં પણ કામ કરે છે. પાનનો રસ અડધો કપ લેવો જોઈએ.
ભારતીય વનસ્પતિ સો જેટલી છે જે વિસ્તારમાં જે ભાજીઓ થતી હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. મહારાષ્ટ્રમાં અનેક વિવિધ ભાજીઓ થાય છે. મરાઠી થાળીમાં ઘણી ભાજીઓનો ઉપયોગ શાક તરીકે થાય છે. પાલક, શેપૂભાજી, આમ્બટ ચૂકા, અંબાડી, ઘાયપાત, તૂપકળી, પાણીચી ભાજી, મોરરાભાજી, લૂણીભાજી જેવી ભાજીનો ઉપયોગ સ્વાસ્થ્ય નબળું થવા નથી દેતી. આપણી સતર્કતા જ કામ આવે છે. આ ભાજીઓ મોંઘી નથી દવા કરતાં ઘણી સસ્તી છે. ઉ