Sanjay રાઉતે Exit Poll મુદ્દે કરી નાખ્યું મોટું નિવેદન..
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન પૂરું થયા પછી Exit Poll જારી કરવામાં આવ્યું હતું. એક્ઝિટ પોલના દાવાને વિપક્ષના તમામ નેતાઓએ ફગાવી નાખ્યા છે ત્યારે આ મુદ્દે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉતે (Sanjay Raut) પણ પ્રતિક્રિયા આપી હતી.
એક્ઝિટ પોલ મુદ્દે સંજય રાઉતે કહ્યું હતું કે આ આંકડા આપણા પીએમ જે ધ્યાન-તપસ્યા કરી રહ્યા હતા 12 કેમેરા લગાવીને એ કેમેરાથી આંકડા આવ્યા છે. એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ કોર્પોરેટ ખેલ છે. પૈસા ફેંકો તમાશો જુઓ. તમને જે જોઈએ એ આંકડા જોઈ શકો છો.
આ મુદ્દે સંજય રાઉતે કહ્યું હતું કે તમારે જે જોઈએ એ આંકડો બહાર કાઢી શકો છો. આવતીકાલે જો અમે સત્તામાં આવીશું તો અને અમારી પાસે પૈસા હશે તો અમારે જે આંકડા જોઈતા હશે એ અમે એક્ઝિટ પોલના માધ્યમથી બહાર કઢાવી શકીશું, એવો દાવો સંજય રાઉતે કર્યો હતો.
આ પણ વાંચો : ‘આ EVM ગોટાળા કરતા પણ ગંભીર છે…’ કોંગ્રેસે મતગણતરીના નવા નિયમ પર સવાલ ઉઠાવ્યા, ચૂંટણી પંચે આપ્યો જવાબ
કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધન મુદ્દે સંજય રાઉતે કહ્યું હતું કે ગઠબંધન 295થી 310 સીટ જીતીને સરકાર બનાવશે. આ તો આંકડા ડરના છે અને પૈસાનું દબાણ છે. જયરામ રમેશે ટવિટ કરીને કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દેશના 150થી વધુ કલેક્ટર અને ડીએમને ફોન કરી ચૂક્યા છે અને ધમકી આપી રહ્યા છે. ચૂંટણીમાં કંઈ ગેરરીતિ કરવા ઈચ્છે છે. નિર્ણયમાં કોઈ ફેરફાર કરવા માગે છે. અમારું બધા પર ધ્યાન છે.
સંજય રાઉતે મહારાષ્ટ્ર મુદ્દે દાવો કર્યો હતો કે ગઠબંધન મહારાષ્ટ્ર રાજ્યમાં 35થી વધુ બેઠક જીતી રહ્યા છે. પાર્ટી તોડવાથી કોઈ ફાયદો થતો નથી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાનું નસીબ ફોડ્યું છે. ધ્યાન અને તપસ્યાનો કોઈનો ફાયદો થવાનો નથી. અમારી શિવસેના જૂના આંકડા પ્રમાણે 18 બેઠક પ્રાપ્ત કરશે. કોંગ્રેસ અને શરદ પવાર જૂથની એનસીપી પણ સારું પ્રદર્શન કરશે અને તમને પણ સારા પરિણામ જોવા મળશે, એવું રાઉતે જણાવ્યું હતું.