નેશનલ

Exit Polls: Rahul Gandhiએ કેમ કહ્યું મુસેવાલાનું ગીત સાંભળો?

નવી દિલ્હીઃ વર્ષ 2024ની લોકસભાની (Loksabha election-2024) ચૂંટણી લગભગ દોઢેક મહિનાના સાત તબક્કા બાદ પૂરી થઈ છે. ચૂંટણી પૂરી થતાં જ એક્ઝિટ પૉલ્સ (Exit Polls)માં લોકોને બહુ રસ હોય છે અને લોકો આ જાણે સાચુ પરિણામ હોય તેમ જ તેને માનતા હોય છે. ગઈકાલે છેલ્લા તબક્કાના મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પૉલ્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએને ભવ્ય વિજય મળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મોટાભાગની એજન્સીએ 543માં 350 કરતા વધારે બેઠકો એનડીએને આપી છે ત્યારે કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આ પૉલ્સને માનવાનો ઈનકાર કર્યો છે અને તેને

ભાજપના મીડિયા પૉલ્સ અથવા તો ફેન્ટસી પૉલ્સ કહ્યા છે. રવિવારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ પૉલ્સ પર તેમને ભરોસો નથી અને ઈન્ડિયા ગઠબંધનની જીત નિશ્ચિત છે. જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે ઈન્ડિયા ગઠબંધન (India) કેટલી બેઠક જીતશે ત્યારે તેણે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાનું ગીત સાંભળવા કહ્યું. સિદ્ધુ મુસેવાલાનું એક જાણીતું ગીત છે જેમાં 295 આંકડાનો ઉલ્લેખ છે. રાહુલે ઈન્ડિયા ગઠબંધનની 295 બેઠકની જીતનો આશાવાદ બતાવ્યો હતો.


સાત તબક્કામાં ચાલેલી ચૂંટણીનું પરિણામ ચોથી જૂને આવશે. એક્ઝિટ પૉલ્સ ખોટા પડે તો ઈન્ડિયા ગઠબંધનને કંઈક રાહત થાય તેમ છે, બાકી હાલમાં તો વિપક્ષમાં જ બસેવાનું હોવાનું જણાઈ રહ્યું છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button