આપણું ગુજરાત

Gujarat ના મોરબીમાં યુવાનને ચોરીની આશંકાએ માર માર્યો, પોલીસે ફરિયાદ દાખલ કરી

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)મોરબીમાં દલિત યુવાનને ચોરીની આશંકાને પગલે માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. જેમાં પોલીસ ફરિયાદ મુજબ એસ્ટીલા સિરામીક કારખાનામાં કામ કરવા ગયેલા યુવાનને કારખાનાના માસ્તર અને બે અજાણ્યા યુવાને માર મારવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ ફરિયાદી પ્રવિણભાઇ ડાયાભાઇ ભોયા અલગ અલગ સીરામીક કારખાનામાં પેલેટ પેકીંગની મજુરી કામ કરી કુટુંબનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના પત્ની દક્ષાબેન એસ્ટીલા સીરામીક કારખાનામાં સાફ સફાઇનુ કામ કરે છે.

ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આ કેસમાં પોલીસે આરોપીઓ પંકજ પટેલ, સંજય રમેશ જાદવ, અનિલ પરષોત્તમ પરમાર અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભારતીય ફોજદારી ધારાની કલમ 323,504,114 અને જીપી એકટની કલમ 135 અને એટ્રોસીટી એકટ કલમ 3(2)(5-A) અને 3(1)(R) દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

લાકડાના ધોકા વડે માર માર્યો હતો

તેમજ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી એસ્ટીલા સિરામીક કારખાનામાં પેલેટ પેકીંગની મજુરી કામે ગયો હતો. ત્યારે કારખાનાના માસ્તર પંથી પટેલે કામ કરવાનું ના પાડીને ઓફિસમાં બોલાવીને થપ્પડ મારી હતી. તેમજ વેસ્ટેજ પ્લાસ્ટીકની પટ્ટી અંગે પ્રશ્ન પૂછીને બે ત્રણ લોકો ભંગારની દુકાને લઇ ગયા હતા. આ લોકોએ ભંગારની દુકાન પર પ્લાસ્ટિકની પાઇપથી શરીરના અનેક ભાગો પર ફરિયાદીને માર માર્યો હતો. તેમજ ત્યાંથી પવનસુત લાઠીના શેડમાં લઈ ગયા હતા અને લાકડાના ધોકા વડે માર મારી જાતિ પ્રત્યે પણ અપમાનિત કર્યો હતો.

મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ

વધુમાં આ સ્થળે સંજયભાઈ રમેશભાઈ જાદવ તથા અનિલભાઇ પરસોતમભાઇ પરમાર હાજર હતા તેને પણ ફરિયાદીને પગથી માર મારેલ અને ત્યા પાઇપ પણ પડેલ હતા. આ બંનેને પછી ફરિયાદીને કહ્યું હતું કે તુ ઘરે જતો રહે. જેથી તે ત્યાથી ઘરે એકલો આવેલ અને કુટુંબીજનોએ હાલત જોઇને ફરિયાદીને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત