Drishyamના આ બે દુશ્મનો એકબીજાને પરિપક્વ ઉંમરે પ્રેમ કરતા નજરે ચડશે
મલિયાલમ ફિલ્મનું અડોપ્શન દૃશ્યમ બોલીવૂડમાં પણ ધૂમ મચાવી ચૂક્યં છે. આ ફિલ્મની બે સિરિઝે દર્શકોને ભારે આકર્ષ્યા હતા. આ ફિલ્મ વિજય સલગાંવકરની ભૂમિકા અજય દેવગન (Ajay Devgan) તો આઈજી મીરા દેશમુખની ભૂમિકામાં Tabu હતી અને બન્ન એકબીજાને આમને સામને હતા, પરંતુ હવે બન્ને એકબીજાને પ્રેમ કરતા દેખાશે. જોકે તબ્બુ અને અજયે ઘણી ફિલ્મો સાથે કરી છે અને દર્શકોએ તેમને રોમાન્સ કરતા જોયા છે, છતાં તેમની આવનારી ફિલ્મ અલગ હશે કારણ કે પહેલીવાર 55 વર્ષની ઉંમરે અજય દેવગન 52 વર્ષની છોકરી એટલે કે તબ્બુ સાથે સ્ક્રીન પર રોમાન્સ કરતો જોવા મળશે.
અજય દેવગન અને તબ્બુની આ ફિલ્મનું નામ ઔરોં મેં કહા દમ થા (Auron me kaha dum tha) છે. આ ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડે કરી રહ્યા છે, જેમણે એક્શન અને દેશભક્તિની ફિલ્મો બનાવી છે. આ ફિલ્મની વાર્તા તેમણે લખી છે. મોટા પડદા અને OTT પર તેની અનોખી વાર્તા કહેવા માટે જાણીતા, નીરજ પાંડેએ તેની પ્રથમ લવસ્ટોરી ઓરોં મેં કહાં દમ થા લખી છે.
ઔરો મે કહાં દમ થા એ 23 વર્ષની લાંબી સફર કરાવતો એક મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા છે, જે 2000 થી 2023 ની વચ્ચેનો સેટ છે. આ ફિલ્મ માટે મૂળ સાઉન્ડટ્રેક ઓસ્કાર વિજેતા સંગીત નિર્દેશક એમએમ કરીમ દ્વારા કંપોઝ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં જિમ્મી શેરગિલ, સાંઈ માંજરેકર અને શાંતનુ મહેશ્વરી સહિત ઘણા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 5 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઘણીવાર હીરો મોટી ઉંમરનો હોવા છતાં હીરોઈન નાની ઉંમરની રાખી બનાવાતી લવસ્ટોરી લોકોને હવે ગમતી નથી ત્યારે 50ની ઉંમર વટાવી ચૂકેલા હીરો-હીરોઈનની લવસ્ટોરી લોકોને ગમશે તેમ લાગી રહ્યું છે.
Also Read –