ઇન્ટરનેશનલ

Rafah માં ઇઝરાયેલના હુમલા બાદ બિડેનની બંને પક્ષોને યુદ્ધ વિરામની સલાહ, નેતન્યાહુ નારાજ

તેલ અવીવ : ઈઝરાયેલ(Israel) અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર અમેરિકાએ બંને પક્ષોને શક્ય તેટલી વહેલી તકે કાયમી યુદ્ધવિરામનો નિર્ણય લેવાની સલાહ આપી છે. ઈઝરાયેલની સેના રફાહમાં(Rafah)તબાહી મચાવી રહી છે જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની સલાહ પર ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ નારાજ થઈ ગયા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી ન તો કોઈ સમજૂતી થશે અને ન તો ગાઝા પર યુદ્ધ બંધ થશે. એટલું જ નહીં ઈઝરાયેલના બે મંત્રીઓએ અમેરિકાને સીધી ધમકી આપી છે.

શરણાર્થીઓના મૃત્યુ થઈ રહ્યા છે

ઈઝરાયેલની સેના રફાહમાં તબાહી મચાવી રહી છે. IDF દ્વારા મોટાભાગના નિર્દોષ પેલેસ્ટિનિયનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જે હમાસના અંત માટે કરવામાં આવી રહ્યું હોવાનો દાવો છે. જેમાં રાહત શિબિરોમાં રહેતા શરણાર્થીઓના મૃત્યુ થઈ રહ્યા છે.

ઇઝરાયેલે હમાસને એક નવો યુદ્ધવિરામ પ્રસ્તાવ મૂક્યો

ગાઝાના રફાહ શહેરમાં થયેલા નરસંહાર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને શુક્રવારે નિવેદન આપ્યું હતું કે ઇઝરાયેલે હમાસને એક નવો યુદ્ધવિરામ પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં ઇઝરાયલી લોકોની મુક્તિ સાથે કેટલાક પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે. અમેરિકાએ પણ આશા વ્યક્ત કરી હતી કે આ કાયમી યુદ્ધવિરામ પણ બની શકે છે.

હમાસનો સંપૂર્ણ વિનાશ અમારું લક્ષ્ય : ઈઝરાયેલ

આતંકવાદી સંગઠન હમાસ આ નિવેદન માટે સહમત છે અને કહ્યું છે કે તે તેના પર વિચાર કરી શકે છે. જો કે, બીજા જ દિવસે નેતન્યાહૂ અમેરિકી રાષ્ટ્રપતિના આ નિવેદનથી નારાજ થઈ ગયા. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેની પ્રતિજ્ઞા હજુ પણ યથાવત છે અને હમાસનો સંપૂર્ણ વિનાશ ન થાય ત્યાં સુધી ઈઝરાયેલની સેના રોકશે નહીં.

નેતન્યાહુએ શું કહ્યું

ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, નેતન્યાહુએ કહ્યું, “યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈઝરાયેલની શરતો બદલાઈ નથી. જ્યાં સુધી અમારી સેના હમાસના આતંકવાદીઓના દરેક અંશનો નાશ ન કરે અને તમામ બંધકોને મુક્ત ન કરે ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.

હમાસના આતંકીઓ હવે રફાહમાં

હમાસના આતંકીઓ હવે રફાહમાં પ્રવેશી રહ્યા છે અને રફાહમાં સતત આગળ વધી રહ્યા છે. તાજેતરમાં રાહત શિબિરો પર થયેલા બે હુમલાઓમાં ઘણા નિર્દોષ પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે 45 અને બીજા દિવસે 21 લોકોના મોત થયા હતા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button