નેશનલ

BJP કાર્યકર્તાની ગોળી મારીને હત્યા, હાલ જ ભાજપમાં થયા હતો શામેલ

પશ્ચિમ બંગાળના નાદિયામાં એક ભાજપના કાર્યકરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે (BJP Worker Murder). હાલમાં જ ભાજપ સાથે જોડાયેલા આ કાર્યકર્તાની ઓળખ હાફિઝૂલ શેખ તરીકે થઈ છે. પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે એક ચાની દુકાન પર શેખની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

પીડિત BJP કાર્યકરના પરિવારે દાવો કર્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે કારણ કે તે તાજેતરમાં જ ભાજપમાં જોડાયો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી અને પીડિતા બંને ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. મુખ્ય આરોપીની ઓળખ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી જ્યારે અન્ય એક ટીએમસી કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષદલની છે, જ્યાં ચૂંટણી દુશ્મનાવટના કારણે એસકે મોઇબુલ નામના ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી.

મૃતક ટીએમવાયસીના ઉપપ્રમુખ હતા. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે મોઇબુલ ગઇકાલે રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ભાજપના કેટલાક લોકોએ તેની હત્યા કરી હતી. આ સંદર્ભે મહિષદલ પોલીસ સ્ટેશને ભાજપના 5 કાર્યકરોની ધરપકડ કરી હતી.

આપને જણાવી દઈએ કે આ પહેલા પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક મહિલા ભાજપ કાર્યકરનું મોત થયું હતું.

આ અથડામણમાં ભાજપના 7 કાર્યકરો પણ ઘાયલ થયા છે. આ ઘટના 22 મેના રોજ મોડી રાત્રે નંદીગ્રામના સોનચુરામાં બની હતી. અહીં બીજેપી અને TMC કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડામણ કરી. તનમૂલ કાર્યકર્તાઓ પર ભાજપના કાર્યકરો પર ધારદાર હથિયારોથી હુમલો કરવાનો આરોપ છે. અથડામણમાં મૃત્યુ પામેલી મહિલા ભાજપ કાર્યકરનું નામ રતિબાલા આદી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button