જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા આસંબિયાના ભરત રતિલાલ છેડા (ઉં.વ. ૬૩) ૩૧-૫-૨૪ના અવસાન પામેલ છે. ઝવેરબેન રતિલાલના સુપુત્ર. સ્વ. બિનાના પતિ. કિંજલ, અમિતા, રિયાના પિતાશ્રી. સ્વ. પુતલીબાઇ રાયણના મગનલાલ ખીમજીના જમાઇ. લિના, બિંદુ, સ્વ. રક્ષા, છાયાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: ભરત આર. શાહ, ૨૦૧-૨૦૨ ગિરિદ્વાર અપાર્ટમેન્ટ, મથુરાદાસ રોડ, પંજાબ નેશનલ બેંકની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
લાખાપર (હાલે અહમદનગર)ના અ.સૌ. રૂક્ષ્મણીબેન તલકશી સાવલા (ઉં.વ. ૮૦) તા. ૩૦-૫-૨૪ના અવસાન પામ્યા છે. તલકશી શામજીના ધર્મપત્ની. મઠાબાઈ શામજી ખેતશીના પુત્રવધૂ. મનીષ, જિનેશ, જાગૃતિના માતુશ્રી. છસરાના હાંસબાઈ લાલજી તેજપારના સુપુત્રી. ભવાનજી, હીરજી, અમૃતલાલ, કાંતિલાલ, પત્રી દેવકાબેન/ભાનુબેન લખમશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: તલકશી શામજી : શ્રી પાર્શ્ર્વનાથ, ૩૮ સથ્થા કોલોની, સ્ટેશન રોડ, અહમદનગર.
બિદડાના પ્રવીણ ધનજી દેઢિયા (ઉં.વ. ૭૧) તા. ૩૧-૫-૨૪ના અવસાન પામેલ છે. મણીબેન, કુસુમબેન ધનજીના પુત્ર. હંસાના પતિ. જીગર, હર્ષના પિતા. ભાઈલાલ, નીલા, પરેશ, કુંદનના ભાઈ. નવાવાસના જેતબાઈ શીવજી જેવતના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હંસા પ્રવિણ દેઢિયા,૧, રૂકમણી ભવન, લેવા ભવન હોલની સામે, દત્ત મંદિર રોડ, ડોમ્બીવલી (ઇ).
કોટડા (રોહા)ના શ્રીમતી હેમલતા હસમુખ દેઢીયા (ઉં.વ. ૭૨) તા. ૩૧-૫ના અવસાન પામેલ છે. હીરબાઇ જેવત રાણાના પુત્રવધૂ. હસમુખના પત્ની. નયન, નીલમના માતાજી. રાજબાઇ કરમશી (વેલજી)ના સુપુત્રી. વિનોદ, મહેન્દ્ર, ગઢશીશાના ચંદ્રા મેઘજી, પત્રીના ઉર્મિલા તલકશીના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) તા. ૨ જુન, ટા. ૪ થી ૫.૩૦. નિ. હસમુખ દેઢીયા, વર્ષા કોમ્પ્લેક્સ, અંબરનાથ (ઇ.).
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
ખાખરેચી હાલ અંધેરી લલીતાબેન છોટાલાલ દેવશિભાઈ લોદરીયા (શાહ)ના સુપુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૮૬) તે સ્વ. હેમલતાબેનના પતિ. જીનેશભાઈ-સ્વાતિબેન, ચેતનાબેન-ચેતનકુમાર, ફાલ્ગુનીબેન-દક્ષેસકુમારના પિતાશ્રી. જય, ચાર્મી-હિમાંશુકુમાર, જીતના દાદા. જામનગર નિવાસી હાલ બોરીવલી લલીતાબેન શાંતિભાઈ લાલનના જમાઈ. તા. ૧-૬-૨૪ના શનિવારના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
થ્રોલ નિવાસી હાલ કાંદિવલી સ્વ. દુધીબેન શાંતીલાલ મહેતાના સુપુત્ર, હરકીશનભાઈ (ઉં.વ. ૮૯) તેઓ સ્વ. મધુકાન્તાબેન, સ્વ. મુકેશ, નયના, પ્રિતીબેન અશ્ર્વિનભાઈ સંઘવી, હિનાબેન પરેશભાઈ હેમાણીનાં પિતાશ્રી. સ્વ. દિનેશભાઇ, રજનીકાંતભાઈ, હસમુખભાઈ, મહેન્દ્રભાઈનાં ભાઈ. સ્વ. કપુરચંદ અવિચળભાઇ મહેતાનાં જમાઈ. જય તથા નિરજાનાં દાદાજી તા. ૨૭/૦૫/૨૪નાં અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.): જય મુકેશ મહેતા સુરભી કોમ્પ્લેક્ષ, જે વીંગ, ફ્લેટ નં. ૬૦૪, એમ.જી. ક્રોસ રોડ નં. ૧, કાંદિવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લોણંદ નિવાસી હાલ પૂણે (ઉં. વ. ૯૯) ગં. સ્વ. જયાબેન મહેતા શુક્રવાર તા. ૧-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જુગલકિશોર હરિલાલ મહેતાના ધર્મપત્ની. તે સ્વ. અરુણાબેન કિશોરભાઇ કપાસી, કિરીટભાઇ, જીતેન્દ્રભાઇ, નયનાબેન મહેશભાઇ રૂપાણીના માતુશ્રી. તે અ. સૌ. મધુબેન અને અ. સૌ. રેખાબેનના સાસુ. તે કૃપા, શ્રદ્ધા, ભક્તિ, અમી, તેજસ અને સંતોષના દાદી. તે અ. સૌ. કામિની અને અ. સૌ. નેહાના દાદીસાસુ.તે સ્વ. રંભાબેન મણિલાલ ભાયાણીનાં પુત્રી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩-૬-૨૪ના ૧૧થી ૧૨.૩૦. સૌરાષ્ટ્ર જૈન ભવન, વેલણકર સોસાયટી, સ્વારગેટ, પૂણે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ કાંદિવલી ભૂપતરાય તથા જયશ્રીબેન સંઘાણીના સુપુત્ર તથા ચુનીભાઇ તથા ઇન્દુબેન ચોલેરાના જમાઇ. બીનાબેનના પતિ. તથા ખુશના પિતાશ્રી વિરેન સંઘાણી (ઉં. વ. ૫૧) તા. ૩૧-૫-૨૪ના શુકવારના અરિહંતશરણ પામેલ છે. તે તેજલબેન મેહુલકુમાર મહેતા, હિરેનભાઇ તથા અલ્પાબેન સુરેશભાઇ સંઘાણીના ભાઇ. સોનલબેન સંઘાણીના દેર. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દિગંબર મુમુક્ષુ જૈન
સ્વ. રસીકલાલ ફૂલચંદ મહેતા (રાજકોટ નિવાસી)ના સુપુત્ર અશોકભાઇ મહેતા (દહીસર) મુકામે (ઉં. વ. ૮૩) તા. ૩૧-૫-૨૪ના શુક્રવારના દેહપરિવર્તન પામેલ છે. તે સ્વ. નિરૂપમાના પતિ. સ્વ. વૃજલાલ નાગરદાસ મોદીના જમાઇ. અનિષ તથા અ. સૌ. ચિં.સેજલના પિતાશ્રી. અ. સૌ. ચિ. તેજલ તથા ચિ. આશિષભાઇ કામદારના સસરા. ચિ. નીલના દાદા. ડો. પલક અને ઋષભના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભંડારીયા (કામળીયાના) હાલ ઘાટકોપર સ્વ. સવીતાબેન રમણીકલાલ બાવચંદ શાહના સુપુત્ર હરીશભાઇ (ઉં. વ. ૬૮) તા. ૧-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મિનાબેનના પતિ. પીંકીબેન વીરલકુમાર, મોનીલના પિતા. ઇન્દિરાબેન કિશોરભાઇ, માલતીબેન જીતેન્દ્રભાઇ, દીવ્યાબેન સુરેન્દ્રભાઇના દીયર. કલ્પનાબેન કીરીટકુમાર પટણીના ભાઇ. શિહોર નિવાસી છોટાલાલ હરીલાલ સલોતના જમાઇ. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.