ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨-૬-૨૦૨૪ થી તા. ૮-૬-૨૦૨૪

રવિવાર, વૈશાખ વદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨જી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા.૩જી), પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા. ૩જી), પછી મેષ રાશિ પર જન્માક્ષર. અપરા સ્માર્ત (એકાદશી), પંચક સમાપ્તિ ક. ૨૫-૩૯. શુભ દિવસ.

સોમવાર, વૈશાખ વદ-૧૨, તા. ૩જી, નક્ષત્ર અશ્ર્વિની મધ્યરાત્રે ક. ૨૪-૦૪ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. અપરા ભાગવત એકાદશી. મધુસુદન બારશ,શુભ દિવસ.

મંગળવાર, વૈશાખ વદ-૧૩, તા. ૪થી, નક્ષત્ર ભરણી રાત્રે ક. ૨૨-૩૪ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૩ સુધી (તા. ૫મી), પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. શિવરાત્રિ, ભોમ પ્રદોષ, વટસાવિત્રી વ્રતારંભ, વિષ્ટિ ક. ૨૨-૦૦થી. સામાન્ય દિવસ.

બુધવાર, વૈશાખ વદ-૧૪, તા. ૫મી, નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૧-૧૫ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. વિષ્ટિ ક. ૦૮-૫૫ સુધી. શુભ કાર્ય વર્જ્ય છે.

ગુરુવાર, વૈશાખ વદ-૩૦, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર રોહિણી રાત્રે ક. ૨૦-૧૫ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. દર્શ-ભાવુકા અમાવસ્યા, શનિ જયંતી, વટસાવિત્રી વ્રત સમાપ્તિ. શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, જયેષ્ઠ સુદ-૧, તા. ૭મી નક્ષત્ર મૃગશીર્ષ રાત્રે ક. ૧૯-૪૨ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર વૃષભમાં સવારે ક. ૦૭-૫૫ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. જ્યેષ્ઠ માસારંભ ,ગંગા દશહરા પ્રારંભ, ઈષ્ટિ, કરિદિન, ચંદ્રદર્શન, સૂર્ય મહાનક્ષત્ર મૃગશીર્ષ પ્રવેશ ક. ૨૫-૦૫ (સંયોગિયું છે,વાહન શિયાળ). શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, જયેષ્ઠ સુદ-૨, તા. ૮મી, નક્ષત્ર આર્દ્રા રાત્રે ક. ૧૯-૪૧ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. રંભાવત, મુસ્લિમ ૧૨મો જિલ્હજ માસારંભ. શુભ દિવસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button