રમકડાં અને લંચ બોક્સમાં હાઇબ્રીડ ગાંજો: અમદાવાદથી પકડાયો દોઢ કરોડનો ગાંજો

અમદાવાદ: ગુજરાત રાજ્ય હવે ધીરે ધીરે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી માટે સોફ્ટ ઝોન બની ગયું હોય તેમ ડ્રગ્સની હેરાફેરીના બનાવ બનતા રહે છે. ત્યારે અમદાવાદમાં (ahmedabad)શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સયુંકત કાર્યવાહી કરીને 1.50 કરોડની કિંમતનો ગાંજો (hybrid cannabis)જપ્ત કર્યો હતો. શાહીબાગ ફોરેન પોસ્ટ વિભાગની ઓફિસમાં સર્ચ દરમિયાન આ રેકેટનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો: જાઝ સંગીતકારો ગાંજાનો ઉપયોગ કરતા એટલે લોકપ્રિય હતા?
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગની સયુંકત કાર્યવાહી કરીને અમદાવાદમાંથી 1.50 કરોડનો વિદેશી હાઇબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ ગાંજો લંચ બોક્સ, રમકડાં અને ડ્રેસના પાર્સલમાં સંતાડીને કેનેડા, યુએસ, થાઈલેન્ડમાંથી મોકલવામાં આવ્યો હોવાની વાતનો ખુલાસો થયો છે. આ તપાસ દરમિયાન 14 જેટલા શંકાસ્પદ પાર્સલ મળ્યા હતા. જેમાંથી અમદાવાદમાં 5 પાર્સલ, ગાંધીનગર 3, સુરત 3, વાપી અને પાલનપુર 1 પાર્સલ મોકલાવવાનું હતું. જો કે તેના પર પાર્સલ મેળવનારના સરનામા બનાવટી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
આ પણ વાંચો: ગાંજાના મોટા સપ્લાયરની તેલંગણાથી ધરપકડ
લંચ બોક્સ, રમકડાં અને ચોકલેટ જેવા પાર્સલમાં હાઇબ્રીડ ગાંજો હોવાની મળેલી બાતમીના આધારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં આ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આ મામલે હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.