79 દિવસ બાદ ભક્તો કરી શકશે આવતીકાલથી કરી વિઠ્ઠુરાયાના ચરણ સ્પર્શ…
પંઢરપુરઃ 79 દિવસ બાદ આવતીકાલ એટલે કે બીજી જૂનથી ભક્તો મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલા વિઠ્ઠલ રૂક્મિણી મંદિર (Pandharpur Vitthal Rukmini Mandir)માં ભગવાન વિઠ્ઠલના ચરણસ્પર્શ કરી શકશે. પાલક પ્રધાન ચંદ્રકાંત પાટીલ (Chandrkant Patil)ના હસ્તે આવતીકાલે પૂજા કરવામાં આવશે અને ત્યાર બાદ ભક્તો માટે વિઠ્ઠુરાયાના ચરણ સ્પર્શ કરી શકશે.
મળી રહેલી માહિતી પ્રમાણે છેલ્લાં દોઢ મહિનાથી દિવસ-રાત મહેનત કરીને કારીગરો આ મંદિરને 700 વર્ષ જૂનું રૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ કારણે ભક્તો વિઠ્ઠુરાયાના મુખ દર્શન જ કરી શકતા હતા. પરંતુ હવે આવતીકાલથી 79 દિવસ બાદ તેમને ભગવાન વિઠ્ઠલના દર્શન કરવાનો મોકો મળી રહ્યો છે.
દોઢ મહિનાથી ભાવિકો સવારે છ વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી જ પંઢરપુરમાં આવેલા વિઠ્ઠલ રૂક્મિણી મંદિર (Pandharpur Vitthal Rukmini Mandir)માં ભગવાન વિઠ્ઠલના મુખના દર્શન કરી શકતા હતા. પરંતુ હવે મંદિરનું કામ પૂરું થઈ ગયું હોવાને કારણે હવે ભક્તો વિઠ્ઠુરાયાના ચરણસ્પર્શ કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરને તેનો 700 વર્ષ પહેલાંનો વૈભવ પાછો આપવાનો પ્રયાસ કરવા માટે ગર્ભગૃહ, ચૌખાંબી, સોળખાંબી, બાજીરાવ પડસાળ વગેરેનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું.