મા…આઈ મિસ યુઃ Sanjay Duttએ મા Nargis માટે લખ્યો આ ઈમોશનલ મેસેજ
આજે હિન્દી સિનેમાજગતની ખૂબ જ પીઠ અભિનેત્રી Nargis Duttનો જન્મદિવસ છે. નરગિસે અભિનેતા સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા અને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. નરગિસનું મૃત્યુ કેન્સરના કારણે વર્ષ 1981માં થયું હતું ત્યારે આજે તેનાં દીકરા અને અભિનેતા Sanjay Duttએ માતાને યાદ કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી છે જે કોઈને પણ ભાવુક કરી દે તેવી છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ સંજય દત્તની રાજકારણમાં એન્ટ્રી થશે, ‘બાબા’એ આપ્યો આ જવાબ
સંજય દત્ત ક્યારેય પોતાના માતા-પિતાને યાદ કરવાની અને તેમની યાદોને સોશિયલ મીડિયા પર શેર કરવાની કોઈ તક છોડતો નથી. દરેક ખાસ પ્રસંગે, તે કેટલીક યાદો શેર કરે છે અને જણાવે છે કે તે તેના માતાપિતાને કેટલા યાદ કરે છે. આજે તેની માતા નરગીસ દત્તના જન્મદિવસના અવસર પર, તેણે એક જૂની તસવીર શેર કરી અને એક ભાવનાત્મક પોસ્ટ લખી છે.
સંજય દત્તે પોતાની અને નરગીસ દત્તની બે જૂની તસવીરો શેર કરતી એક નોટ લખી હતી.
પ્રથમ તસવીરમાં સંજય તેની માતા સાથે ઉભો છે. બંને લોકો હસતા હોય છે. બીજી તસવીરમાં માત્ર નરગીસ દત્ત જ છે, તેના ચહેરા પર એક સુંદર સ્મિત ફેલાયું છે. તે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરો શેર કરતા સંજય દત્તે લખ્યું, ‘હેપ્પી બર્થડે મા, હું તમને દરરોજ, દરેક મિનિટ, દરેક ક્ષણે યાદ કરું છું, હું ઈચ્છું છું કે તમે મારી સાથે હોત અને એવું જીવન જીવતાં હોત જેવું તમે ઈચ્છતા હતા. હું આશા રાખું છું કે હું તમે મારા પર ગર્વ કરી શકો છો. હું તમને પ્રેમ કરું છું અને મમ્મી તમને યાદ કરું છું.’
આ પણ વાંચો: સંજય દત્તની દીકરીએ 35 વર્ષે કહ્યું કે માતા બનવા માંગું છું…
નરગિસ દત્તના મૃત્યુના ત્રણ દિવસ બાદ સંજયની પહેલી ફિલ્મ રૉકી રીલિઝ થઈ હતી. મા દીકરાને સિલ્વર સ્ક્રીન પર જોઈ શકી ન હતી. જોકે ત્યારબાદ સંજયના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. સંજય ડ્રગ્સની લતનો શિકાર બન્યો, ત્યારબાદ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં તેનું નામ આવ્યું અને ટાડા હેઠળ તેણે સજા પણ ભોગવી. સંજય દત્તની પર્સનલ લાઈફ પણ વેરવિખેર રહી. પ્રથમ પત્ની રિચા સાથે તેને ન બન્યુ અને રિચાએ પણ કેન્સરને લીધે દમ તોડ્યો. ત્યારબાદ પણ તેનાં લગ્નો અને લવઅફેરમાં સમસ્યા આવી. જોકે હવે તે માન્યતા સાથે સારું જીવન જીવી રહ્યો છે અને બે સંતાનોનો પિતા છે. આ સાથે એક સફળ અભિનેતા તરીકે પણ તેણે નામના મેળવી છે. માતાની જેમ સંજય પિતાને પણ ખૂબ યાદ કરે છે અને તેમની માટે પણ આવી ભાવૂક પોસ્ટ લખતો હોય છે. સંજયની બે બહેનો નમ્રતા અને પ્રિયંકા પણ પોતાના જીવનમાં આગળ વધી રહી છે.