આમચી મુંબઈમહારાષ્ટ્ર

આનંદો, મુંબઈગરાને ટૂંક સમયમાં મળશે બીજું મહાબળેશ્વર

સાતારાઃ મુંબઈથી થોડેક દૂર અને સાતારાનું સૌથી લોકપ્રિય હવાફેર માટેનું હિલસ્ટેશન મહાબળેશ્વર પર્યટકો (Tourist Favourite Mahabaleshwar)માં ખૂબ જ લોકપ્રિય છે અને હવે ટૂંક સમયમાં જ મહાબળેશ્વવરની નજીક જ નવું મહાબળેશ્વર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આવો વિસ્તારથી જાણીએ આ યોજના શું છે તે-
મળી રહેલી માહિતી પ્રમાણે નવું મહાબળેશ્વર બનાવવાની યોજના માટે સાતારા જિલ્લામાં 748 ચોરસ કિલોમીટરની જગ્યા ફાળવવામાં આવશે. લોકસભાની ચૂંટણી 2024 (Loksabha Election-2024) માટે જાહેર કરવામાં આવેલી આચારસંહિતા પૂરી થતાં જ આ પ્રોજેક્ટની વિસ્તૃત યોજના તૈયાર કરવાનું કામ મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ (Maharashtra State Road Devlopement Corporation) દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: વેકેશનમાં મહાબળેશ્વર જવાનો પ્લાન કરનારાઓ આ ખાસ વાંચે…..

આ પ્રોજેક્ટમાં 235 ગામમાંથી 58 ગામનો બેઝ મેપ, તેમ જ બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. બાકીના 177 ગામનો સર્વે તેમ જ જમીનની ચકાસણીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. પરિણામે લોકસભા ચૂંટણી-2024ની આચારસંહિતા પૂરી થતાં જ એમએસઆરડીસી દ્વારા ડેવલમેન્ટનું પ્લાનિંગનું કામ શરૂ કરવામાં આવશે.

રાજ્ય સરકારે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે એમએસઆરડીસીની વિશેષ નિયોજન પ્રાધિકરણ દ્વારા નિમણૂંક કરવામાં આવી હતી અને 2019માં જ આ પ્રોજેક્ટનું ડેવલમેન્ટ પ્લાન તૈયાર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના મહામારીને કારણે આ કામ અટકી પડ્યું હતું. હવે ફરી એક વખત આ કામને વેગ મળ્યો હોઈ છેલ્લાં ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ માટે યોજના બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.

આ પણ વાંચો: ઘોડાને કારણે મહાબળેશ્વરમાં ફેલાય છે ચેપ: વેન્ના તળાવમાં મળ ભળતા સ્થાનિકો અને પર્યટકોના આરોગ્ય પર જોખમ

અત્રે ઉલ્લેખનીય છે કે કોયના ડેમના બેક વોટર અને પરિસરમાં આશરે 235 ગામનો વિકાસ કરીને આ નવું મહાબળેશ્વર ઊભું કરવામાં આવશે. મહાબળેશ્વર એ પર્યટકોનું મનગમતું હિલ સ્ટેશન છે અને તેથી જ અહીં આવનારા પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે. જેને કારણે આ હિલ સ્ટેશન પર પડી રહેલો વધારાનો બોજો ઓછો કરવા માટે રાજ્ય સરકારે નવું મહાબળેશ્વર ઊભું કરવાની યોજના બનાવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button