અમદાવાદમાંથી ઝડપાયેલા ISISના ચાર આતંકીઓના હેન્ડલરની શ્રીલંકાથી ધરપકડ

નવી દિલ્હી: શ્રીલંકાની પોલીસે પ્રતિબંધિત ઈસ્લામિક સ્ટેટ (ISIS) આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધોના આરોપમાં ભારતના અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા ચાર શ્રીલંકાના નાગરિકોના શંકાસ્પદ હેન્ડલરની ધરપકડ કરી છે. એક અખબારના અહેવાલમાં જણાવ્યા મુજબ કોલંબોમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગે ગેરાર્ડ પુષ્પરાજ ઓસ્માનની ધરપકડ કરી છે. શ્રીલંકાની પોલીસે તેની ધરપકડ કરવા માટે વિશ્વસનીય માહિતી આપનારને 20 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાંથી ઝડપાયેલા ISISના 4 આતંકીએ પૂછપરછ દરમિયાન કર્યા મોટા ખુલાસા, જાણો વિગત
ISIS આતંકીઓનો હેન્ડલર
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ISIS સાથે સંબંધ હોવાના આરોપસર અમદાવાદના એરપોર્ટ પરથી ચાર શ્રીલંકાના નાગરિકોની ધરપકડ કરી હતી. આ લોકો 19 મેના રોજ શ્રીલંકાની રાજધાની કોલંબોથી ઈન્ડિગોની ફ્લાઈટ મારફતે ચેન્નાઈ પહોંચ્યા હતા. શ્રીલંકાના સુરક્ષા દળોને શંકા છે કે 46 વર્ષીય શંકાસ્પદ ઉસ્માન આ ચાર શ્રીલંકા નાગરિક અને ISIS આતંકીઓનો હેન્ડલર છે.
19 મેના રોજ ગુજરાત ATSએ ચાર આતંકીની ધરપકડ કરી
શ્રીલંકાના સત્તાવાળાઓએ ગયા મહિને ગુજરાતમાં ધરપકડ કરાયેલા ચાર શ્રીલંકાના નાગરિકોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ઓપરેશન શરૂ કર્યું હતું. 19 મેના રોજ ગુજરાત ATSએ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ISIS સાથે સંબંધ ધરાવતા શ્રીલંકાના નાગરિકોની ધરપકડ કરી હતી. તેમના નામ મોહમ્મદ નુસરત, મોહમ્મદ, ફારૂક, મોહમ્મદ નફરન અને મોહમ્મદ રસદીન છે.
પાકિસ્તાની આતંકવાદી અબુ બકર અલ બગદાદીના સંપર્કમાં
આ આરોપીઓએ આતંકવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાત સાથે સંબંધ હોવાની કબૂલાત પણ કરી હતી. બાદમાં તે પાકિસ્તાની આતંકવાદી અબુ બકર અલ બગદાદીના સંપર્કમાં આવ્યો અને પછી ISમાં જોડાયા હતા. તેમને આતંકવાદી ગતિવિધિઓ માટે મોકલવામાં આવ્યા હતા. આ માટે તેમને મોટી રકમ પણ આપવામાં આવી હતી