કોની સાથે ડિનર ડેટ પર ગઈ હતી Mom to be Deepika Padukon?
બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આ દિવસોમાં તેમના જીવનના સૌથી સુંદર તબક્કામાં છે. વાસ્તવમાં આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા દીપિકા યલ્લો ગાઉનમાં બેબી બમ્પ સાથે જોવા મળી હતી ત્યારે હવે ફરીથી તેને સ્પોટ કરવામાં આવી છે. દીપિકા તેની માતા સાથે ડિનર માટે બહાર નીકળી ત્યારે તેના ફોટા વાયરલ થયા હતા. દીપિકાના ચહેરા પરનો ગ્લો પણ દેખાઈ રહ્યો હતો.
દિપીકા બ્લેક શોર્ટ ડ્રેસ અને ડેનિમના જેકેટ સાથે જોવા મળી હતી. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, દીપિકા ટૂંક સમયમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દિશા પટણી સાથે કલ્કી 2898 એડીમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત સિંઘમ અગેઈન પણ છે. આ ફિલ્મમાં અજય દેવગન, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, અર્જુન કપૂર પણ જોવા મળશે. દિપીકાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે સપ્ટેમ્બર,2024માં ઘરમાં નવા મહેમાનને લાવવાની છે. તેની આ જાહેરાત પહેલા તેની પ્રેગનન્સીની ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી.