નેશનલ

Bageshwar Baba ના ભાઈનો મહિલાઓને માર મારતો વીડિયો વાયરલ

છતરપુરઃ બાગેશ્વર ધામના(Bageshwar Baba) પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ ગર્ગની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં હવે શાલિગ્રામ પર ફરી એકવાર મારપીટનો આરોપ લાગ્યો છે. મારપીટના આરોપ બાદ તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પંડિત બાગેશ્વર ધામના સેવક જીતુ તિવારીએ મારપીટનો કેસ દાખલ કર્યો છે. ફરિયાદ બાદ બમિથા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ સામે નોકર જીતુ તિવારીના ઘરમાં ઘૂસીને મહિલાઓ સાથે મારપીટ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

મારપીટનો વીડિયો વાયરલ થયો

મારપીટનો એક વીડિયો જેમાં કેટલાક લોકો હાથમાં લાકડી લઈને ધમકી આપતા જોવા મળી રહ્યા છે. દાદાગીરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પીડિત સેવાદારે એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તેમણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. પીડિતનું કહેવું છે કે પહેલા તે તેમની સાથે રહેતો હતો. શાલિગ્રામ ઘણા ખોટા કાર્યોમાં સામેલ હતા. જેના કારણે તેમણે તેને છોડી દીધા હતા. આ મુદ્દે તેને અને તેના પરિવારને માર મારવામાં આવ્યો હતો.

ઘરમાં પ્રવેશીને હુમલો કરવો

પોલીસને આપવામાં આવેલા રિપોર્ટમાં શાલિગ્રામ પર તેના સાથીદારો સાથે તેના નોકર જીતુ તિવારીના ઘરમાં ઘૂસીને ઘરની મહિલાઓ પર લાકડીઓથી હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

જેમાં ઘરની એક સગીર છોકરીનો હાથ તૂટી ગયો હતો.જ્યારે એક મહિલાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘરના વડીલો સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ પર આ પૂર્વે પણ ઘણી વખત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ સિવાય શાલિગ્રામ પર ઘણા કેસ નોંધાયેલા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button