મરણ નોંધ

પારસી મરણ

હોશી સોરાબજી મરચન્ટ તે ફ્રેની હોશી મરચન્ટના ખાવીંદ. તે મરહુમો આલામાય તથા સોરાબજી એમ. મરચન્ટના દીકરા. તે એમી યુ. હોયવોય ને સાયરસ એચ. મરચન્ટના પપ્પા. તે ઉરવક્ષ એન. હોયવોયના સસરાજી. તે મરહુમો રૂસી એસ. મરચન્ટન ને સ્લાન્ટી ટી. તોડીવાલાના ભાઇ. તે અરમાન યુ. હોયવોય ને અઝામાન યુ. હોયવોયના બપાવાજી. તે મરહુમો કેરૂ તથા રૂસ્તમ અરદેશર વાડીયાના જમાઇ. (ઉં. વ. ૯૬) રે. ઠે. સી/૪૬, ખુશરૂ બાગ, શહીદ ભગતસિંહ રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧-૬-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે ખુશરૂબાગ મધ્યે કરાની અગિયારીમાં.
વિરાફ બરજોરજી ભાઠેના તે શેહનાઝ વિરાફ ભાઠેનાના ખાવીંદ. તે મરહુમો બેપ્સી તથા બરજોરજી ભાઠેનાના દીકરા. તે હુવાફ્રીદ વિરાફ ભાઠેના ને ખુરેશાન આદિલ ખાનના પપ્પા. તે ડાયના હુવાફ્રીદ ભાઠેના ને આદિલ ખાનના સસરા. તે રૂબી રૂસી સીધવા, જેસ્મીન દાદી શેઠના તથા મરહુમ અદી બરજોરજી ભાઠેનાના ભાઇ. તે મીરહાન હુવાફ્રીદ ભાઠેના, કીઆન આદિલ ખાન ને કીઆઝ આદિલ ખાનના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૭૬) રે. ઠે. ૧૪/૩, ગામડીયા કોલોની, તારદેવ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા ૧-૬-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે હ્યુજીસ રોડ મધ્યે વાચ્છા ગાંધી અગિયારીમાં.
ગુલચેર ફરોખ પટેલ તે ફરોખ જે. પટેલના ધણિયાની. તે મરહુમો હોમાય તથા હોશંગ એમ. સીધવાના દીકરી. તે શેરનાઝ કે. વેદના બહેન. તે ફીરોઝી જે. મિસ્ત્રી ને મેહેર પટેલના નીશ. તે વિસ્પી પટેલ ને પોરસ પટેલના નેવ્યુ. તે મરહુમો ડોશીબાઇ તથા જહાંગીરજી જે. પટેલના વહુ. (ઉં. વ. ૭૪) રે. ઠે. ૧૧, ન્યુ માસ્તર બિલ્ડિંગ, ભોંયતળિયે, ઝોરાસ્ટ્રીયન કોલોની, ભાટીયા હોસ્પિટલની નજીક, ગ્રાન્ટ રોડ-પશ્ર્ચિમ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૧-૬-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધ્યે શેઠના અગિયારીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button