જ્વાળામુખીની તિરાડ ૩.૫ કિમી સુધી વધતા બીજા દિવસે લાવા ઉછળ્યો
ગ્રિંડાવિકઃ દક્ષિણ-પશ્ચિમ આઇસલેન્ડમાં ગુરૂવારે પણ જ્વાળામુખીમાંથી લાવા નીકળવાનું ચાલું રહ્યું હતું. જોકે એક દિવસ અગાઉ ફાટી નીકળેલા જ્વાળામુખીની પ્રવૃતિ નોંધપાત્ર રીતે શાંત થઇ ગઇ હતી. ગ્રિંડાવિક નજીક ૮૦૦ વર્ષ પછી ડિસેમ્બરમાં જ્વાળામુખી સક્રિય થયો ત્યારથી બુધવારનો વિસ્ફોટ પાંચમો અને સૌથી શક્તિશાળી હતો. વિક્રમીસ્તરે લાવા ઉછળ્યો હતો, કારણ કે તેની તિરાડ ૩.૫ કિલોમીટર (૨.૧ માઇલ)ની લંબાઇ સુધી વિસ્તરી હતી.
જ્વાળામુખી વિજ્ઞાની ડેવ મેકગાર્વીએ ગણતરી કરતા કહ્યું હતું કે શરૂઆતમાં જ્વાળામુખીના મુખમાંથી વહેતા લાવાના જથ્થાને કારણે લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતેની સોકર પિચને દર મિનિટે લાવાના ૧૫ મીટર (૪૯ ફૂટ) નીચે દફનાવી શકાય છે.
આ પણ વાંચો: ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટતા 11 પર્વતારોહકોના મોત
આ જ્વાળામુખીએ ફરી એકવાર ૩૮૦૦ લોકોની વસ્તી ધરાવતા દરિયાકાંઠાના શહેર ગ્રિન્દાવિકને જોખમમાં મૂક્યું છે. આઇસલેન્ડના સૌથી મોટા પ્રવાસી આકર્ષણોમાંના એક લોકપ્રિય બ્લુ લગૂન જીઓથર્મલ સ્પાને ખાલી કરાવવાની ફરજ પડી હતી.
લેન્કેસ્ટર યુનિવર્સિટીના માનદ સંશોધક મેકગાર્વીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ તેની પહેલાના ચાર કરતાં વધુ શક્તિશાળી હતો. કારણ કે પૃથ્વીની સપાટીને તોડીને અને આકાશમાં ઉછળતા પહેલા મેગ્માનો સૌથી મોટા જથ્થો ભૂગર્ભ ચેમ્બરમાં એકઠો થયો હતો. વિસ્ફોટની ઝડપી અને શક્તિશાળી શરૂઆત અને તે પછી ઘણા કલાકો બાદ ઝડપથી ઘટતી જાય છે તે પેટર્ન સંશોધકોએ આ જ્વાળામુખીમાં જોઇ છે, એમ મેકગાર્વીએ કહ્યું હતું.
આ જ્વાળામુખીમાંથી વિસ્ફોટ ક્યારે બંધ થશે તે કહેવું શક્ય નથી. મેકગાર્વીએ કહ્યું કે તે થોડા નોંધપાત્ર સમય માટે ચાલુ રહી શકે છે. આઇસલેન્ડના આ ભાગમાં આ પ્રકારના વિસ્ફોટો ક્યારેય જોવા મળ્યા નથી. તેથી અમે પણ એક નવા પ્રદેશમાં છીએ.