ટોપ ન્યૂઝનેશનલ

Killer Heat Wave: મિરઝાપુરમાં 6 હોમગાર્ડ સહિત 13નાં મોત

લખનઊઃ ઉત્તર ભારતમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે, જ્યારે અનેક જગ્યાએ તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર કર્યો છે. દિલ્હી, રાજસ્થાન, બિહાર સહિત તમામ હોટ સ્ટેટમાં ગરમીનો પારો ઉચકાવવાને કારણે હીટ સ્ટ્રોકના કેસમાં વધારા સાથે ઉત્તર પ્રદેશ (UP) મૃતકની સંખ્યામાં વધારો થયા કરે છે. છેલ્લા 24 કલાકમાં 40 લોકોનાં મોત થયા હોવાનો મીડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.

લોકસભાની ચૂંટણીના સાત તબક્કા પૈકી આવતીકાલે છેલ્લા તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યની 57 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવશે ત્યારે આજે મિરઝાપુરમાં ચૂંટણીની ડ્યૂટી પરના તહેનાત કર્માચારીઓની બીમાર પડ્યા હોવાના સમાચાર હતા, જેમાં છ હોમગાર્ડના મોત થયા છે.

આ પણ વાંચો : સોનાની દાણચોરી માટે એર હોસ્ટેસે અજમાવ્યો આ કીમિયો, ખુલાસો કરતા થઈ ગઈ ધમાલ

ઉત્તર પ્રદેશમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે, જ્યારે મિરઝાપુરમાં ગરમીને કારણે 6 હોમગાર્ડ સહિત 13 જણનાં મોત થયા છે. મૃતકોમાં હોમગાર્ડ, સિવિલિયન અને અજ્ઞાત વ્યક્તિનો સમાવેશ થાય છે. એના સિવાય હોસ્પિટલમાં 23 હોમગાર્ડની સારવાર ચાલુ છે. આ માહિતી મળ્યા પછી જિલ્લા ચૂંટણી પંચના અધિકારી ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા જવાનોમાં 20 હોમગાર્ડ, એક ફાયર બ્રિગેડ, એક પીએસી અને એક પોલીસ જવાનનો સમાવેશ થાય છે.

મૃતકના પરિવારને આ બનાવની જાણ કરવામાં આવી છે. મેડિકલ કોલેજના ડોક્ટરે કહ્યું કે અમારી પાસે કુલ 23 જવાનને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. છ હોમગાર્ડના જવાનના મોત થયા છે, જ્યારે બે જવાનની હાલત ગંભીર છે. હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા ત્યારે તેમને તાવ હતો. સુગર લેવલ અને બીપીમાં વધારો થયેલો હતો, જેથી તેમના મોત થયા હતા. શક્ય છે કે બ્રેન સ્ટ્રોક આવ્યો હોઈ શકે છે, એમ ડોક્ટરે જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં હીટ વેવને કારણે 24 કલાકમાં 40 લોકોનાં મોત થયા છે. કૌશાંબીમાં 24 કલાકમાં બે મહિલા સહિત નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. બલિયામાં સાત, ગાજીપુરમાં છ, સોનભદ્રમાં ત્રણ ચૂંટણીના કર્મચારીના મોત થયા છે. ઉપરાંત, મિરઝાપુરમાં છ હોમગાર્ડના પણ મોત થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button