નેશનલ

સોનાની દાણચોરી માટે એર હોસ્ટેસે અજમાવ્યો આ કીમિયો, ખુલાસો કરતા થઈ ગઈ ધમાલ

કુન્નુર: કેરળના કુન્નુર એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, સોનાની દાણચોરી કરવા બદલ એર હોસ્ટેસની ધરપકડ કરવામાં આવી છે. એર ઈન્ડિયાની એર હોસ્ટેસ સુરભી ખાતૂન પર તેના પ્રાઈવેટ પાર્ટ (Rectum)માં 960 ગ્રામ સોનું સ્મગલિંગ કરીને તેને ભારત લાવવાનો આરોપ છે. કેરળના કન્નુર એરપોર્ટ પરથી એર હોસ્ટેસની ધરપકડ કરવામાં આવી છે. સુરભી ખાતૂન જે રીતે સોનું છુપાવીને ભારત લાવી તેનાથી તમામ સુરક્ષા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

આ પણ વાંચો: મુંબઈમાં સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ: રૂ. 10.48 કરોડની મતા સાથે બે વિદેશી સહિત ચારની ધરપકડ

સુરભી ખાતૂન એર ઈન્ડિયા એક્સપ્રેસ માટે કામ કરે છે અને 28 મેના રોજ મસ્કતથી કન્નુરની ફ્લાઈટમાં કેબિન ક્રૂ મેમ્બર હતી. કન્નુર એરપોર્ટ પરથી ડીઆરઆઈના અધિકારીઓએ આ સોનું જપ્ત કર્યું હતું. સુરભી ખાતૂનને બાદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને તેને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, સુરભી ખાતૂન આ પહેલા પણ ઘણી વખત સોનાની દાણચોરી કરી ચૂકી છે.

મીડિયાના અહેવાલ અનુસાર ગુપ્ત માહિતીના આધારે ડીઆરઆઈ કન્નુરની ટીમે એક એર હોસ્ટેસની ધરપકડ કરી અને વ્યક્તિગત તેની તપાસ કરી હતી. જેમાં તેની પાસેથી અંદાજે એક કિલો જેટલું સોનું મળી આવ્યું હતું. પરંતુ તે સોનું તેના સામાનમાં નહીં પરંતુ તેના પ્રાઈવેટ પાર્ટમાં છુપાયેલું હતું અને જે આકારમાં સોનું પ્રાઈવેટ પાર્ટમાં રાખવામાં આવ્યું હતું, તે એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓમાં ચર્ચાનું વિષય બની ગયો હતો. ખુલાસો થયો છે કે સોનાને આકાર આપવામાં આવ્યો હતો. એર હોસ્ટેસે તેના પ્રાઈવેટ પાર્ટમાં પુરૂષના ગુપ્તાંગના આકારમાં સોનું સંતાડ્યું હતું.

આ પણ વાંચો: કપડાંમાં સોનાનો સ્પ્રે કરી દાણચોરી, રૂ. 50 લાખનું સોનું , રૂ. 77 લાખની ઘડિયાળ જપ્ત

જો કે, ભારતમાં આ પહેલો કિસ્સો છે જેમાં કોઈ એર હોસ્ટેસ સોનાની દાણચોરીના આરોપમાં પકડાઈ હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીઆરઆઈની ટીમ એર હોસ્ટેસની પૂછપરછ કરી રહી છે અને આ ગેંગમાં હજુ પણ ઘણા લોકો જોડાયેલા હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button