નેશનલ

Sex Scandalના આરોપી Prajwal રેવન્નાને 6 દિવસના રિમાન્ડ

બેંગલુરુઃ યૌન શોષણના કથિત આરોપી પ્રજ્વલ રેવન્ના (Sex Scandal accussed Prajwal Revanna) ભારત આવ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. બેંગલુરુ એરપોર્ટ પર ઉતરતા જ ધરપકડ કરવામાં આવ્યા પછી 6 દિવસના એસઆઈટી રિમાન્ડ પર ધકેલવામાં આવ્યા છે. ગુરુવારે રાતે જ રેવન્ના ભારત આવ્યા હતા. જર્મનીના મ્યુનિચથી બેંગલુરુ આવ્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જનતા દળ (સેક્યુલર)ના નેતા અને હાસન સીટ પરના ઉમેદવાર રેવન્ના પોતાના મતદાન ક્ષેત્રના એક દિવસ પછી 27 એપ્રિલના જર્મનીના પ્રવાસે ગયા હતા. એ જ દિવસે કથિત રીતે મહિલાઓના યૌન શોષણ કર્યાનો વીડિયો વાઈરલ થયો હતો. પ્રજ્વલ રેવન્ના જેડીએસના સાંસદ છે, જ્યારે આ વીડિયો વાઈરલ થયા પછી રેવન્નાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : માતાને બાંધીને તેની સાથે બળાત્કાર કર્યો, મૈસુર યુવકે પ્રજ્વલ રેવન્ના સામે કેસ દાખલ કર્યો

પ્રજ્વલ રેવન્નાના નામે અનેક અશ્લીલ વીડિયો વાઈરલ થયા હતા, ત્યાર બાદ એક યુવકે આરોપ લગાવ્યો હતો કે પ્રજ્વલે તેની માતાનું શોષણ કર્યું હતું. આ કેસ પછી પ્રજ્વલ વિદેશ જતો રહ્યો હતો. વિદેશ મંત્રાલયે પ્રજ્વલનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવાનું જણાવ્યું હતું, ત્યાર બાદ પ્રજ્વલે વીડિયો જારી કરીને સ્પશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) સમક્ષ હાજર થવાનું જણાવ્યું હતું.

ભારત આવ્યા પછી વિશેષ કોર્ટે પ્રજ્વલને છ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી છે. આ કેસમાં પ્રજ્વલના પિતા અને જેડીએસના નેતા એચડી રેવન્ના પર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા, ત્યાર બાદ જેલમાંથી જામીન પર બહાર આવ્યા છે. એના પર પણ અપહરણનો પણ આરોપોની તપાસ ચાલી રહી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત