મનોરંજન

પૈસા આપીને નકલી રેડ કાર્પેટ પર કોઇ પણ ચાલી શકે છે, કાન ફિલ્મ ફેસ્ટિવલ વિશે ચોંકાવનારા ખુલાસા

આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલ (કાન્સ 2024)માં ઘણા ભારતીયો જોવા મળ્યા હતા.વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ ગણાતા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ભારતીયોની ભીડ જોવા મળી હતી. સોનમ કપૂરથી લઈને અનુપમ ખેર સુધી, બધાએ કાનની પ્રશંસા કરી હતી. અગાઉ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય આ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી. જોકે, આ વખતે કાનમાં ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પણ જોવા મળ્યા હતા. કાન વિશે જુદી જુદી વાતો બહાર આવી રહી છે. અગાઉ સંભાવના સેઠે કાન અંગે નિવેદન આપ્યું હતું અને હવે દીપક તિજોરીએ પણ કાન અંગે જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે.

દીપક તિજોરીએ જણાવ્યું હતું કે ત્યાં એક વાસ્તવિક અને એક નકલી રેડ કાર્પેટ છે. નકલી રેડ કાર્પેટ પર લોકો સહેલાઇથી ફોટા પાડી શકે છે, જ્યારે અસલી રેડ કાર્પેટ પર ફોટા લેવા માટે તેમણે પૈસા ચૂકવવા પડે છે.

દીપક તિજોરીએ કહ્યું, “કાન્સમાં આ મારો પહેલી વાર જવાનો અનુભવ હતો. હું ઘણા વર્ષોથી કાન જોઈ રહ્યો છું. ત્યાંનું વાતાવરણ ખૂબ જ અલગ છે. અમારી સાથે જે પ્રેઝન્ટેશન થાય છે કે કાન્સમાં આ છે અને કાન્સમાં તે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. વાસ્તવિકતા એ છે કે તે ઘણું ડરામણું હતું. મને ખરેખર નવાઈ લાગી.”


દીપક તિજોરીએ આગળ કહ્યું, “ત્યાં એક એવી રેડ કાર્પેટ છે. જેના પર તમે ઈચ્છો તેટલા ફોટા લો અને ત્યાં એક અસલ રેડ કાર્પેટ પણ છે જ્યાં તમે ફી ભરીને ફોટા લઇ શકો છો.

આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ વ્યક્તિએ કાન વિશે આવી વાત કરી હોય. થોડા દિવસો પહેલા સંભવના સેઠે પણ કાનના રેડ કાર્પેટને લઈને આવું જ નિવેદન આપ્યું હતું. એક પ્રસિદ્ધ મીડિયા શોમાં તેણે કહ્યું હતું કે, “તમે મને કહો કે એવી કેટલી ભારતીય ફિલ્મો છે જે કાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. જો તમે પૈસા આપો તો અમારો આ શો પણ કાનમાં પ્રદર્શિત થશે. હું મારા પતિના કારણે આ વાત જાણું છું.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button