નેશનલ

પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવા પહોંચી માત્ર મહિલા પોલીસ, કારણ જાણો

સેક્સ સ્કેન્ડલના મુખ્ય આરોપી ગણાતા જનતા દળ (સેક્યુલર)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાની પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. ખાસ વાત એ છે કે તેની ધરપકડ કરનારી ટીમમાં તમામ મહિલા પોલીસકર્મીઓ સામેલ છે. આ મામલો સામે આવ્યો ત્યારથી પ્રજ્વલ ભારતની બહાર હતો. જર્મનીથી પરત આવતાં જ પોલીસે એરપોર્ટ પરથી જ તેની ધરપકડ કરી હતી.
જ્યારે મોડી રાત્રે રેવન્ના બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મહિલા પોલીસ કર્મચારીઓનું એક જૂથ તેની સામે જારી કરાયેલ ધરપકડ વોરંટ બજાવવા માટે તેની રાહ જોઈ રહ્યું હતું. જેડીએસના વડા એચડી દેવગૌડાના પૌત્ર પ્રજવલ (33), હસન લોકસભા મતવિસ્તારમાંથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર છે. તેમના પર એક મહિલાના યૌન શોષણનો આરોપ છે.

એસઆઈટીના સૂત્રોએ જણાવ્યું હતું કે જેવો તે જર્મનીના મ્યુનિકથી પ્લેનમાંથી બેંગલુરુ ઉતર્યો, ખાખી વર્દીમાં હાજર મહિલાઓએ તેને કસ્ટડીમાં લઈ લીધો. ધરપકડ વોરંટને અમલમાં મૂકવાની પ્રક્રિયાના ભાગરૂપે, તેને મહિલા પોલીસકર્મીઓની ટીમે ઘેરી લીધો હતો. આ ટીમનું નેતૃત્વ બે આઈપીએસ અધિકારી સુમન ડી પેન્નેકર અને સીમા લાટકર કરી રહ્યા હતા. આ પછી પ્રજ્વલને જીપમાં સીઆઈડી ઓફિસ લઈ જવાયો હતો.

જીપમાં માત્ર મહિલા પોલીસ જ હતી. એસઆઈટીના એક સૂત્રએ કહ્યું હતું કે, ‘પ્રજ્વલની ધરપકડ કરવા માટે તમામ મહિલા અધિકારીઓને મોકલવાનું પગલું જાણી જોઈને લેવામાં આવ્યું હતું. “આ પગલું એ સંદેશ મોકલે છે કે જેડી(એસ)ના નેતાએ મહિલાઓ વિરુદ્ધ સાંસદ તરીકે પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કર્યો છે અને તે જ મહિલાઓને કાયદાકીય કાર્યવાહી દ્વારા તેમની ધરપકડ કરવાનો અધિકાર છે.” સૂત્રએ જણાવ્યું કે આ દ્વારા પીડિતોને એક પ્રતીકાત્મક સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે મહિલા અધિકારીઓ કોઈથી ડરતી નથી.

SITએ સેક્સ ટેપને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી છે. ઉપરાંત, આ વાંધાજનક વીડિયો શૂટ કરવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણને ઓળખવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે મુખ્ય ઉપકરણનો નાશ કરવામાં આવ્યો છે અને જો તપાસકર્તાઓ તેને શોધી નહીં શકે, તો પ્રજ્વલને પુરાવા સાથે ચેડા કરવાના આરોપનો પણ સામનો કરવો પડશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત