મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ યુકેમાંથી 100 ટન સોનું(Gold) દેશમાં રહેલી તિજોરીઓમાં શિફ્ટ કર્યું છે. અગામી સમયમાં વધુ સોનું દેશની તિજોરીમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. 1991 પછી પ્રથમ દેશમાં રાખવામાં આવેલા સોનાના સ્ટોક(Gold Reserve)માં વધારો કરવામાં આવ્યો છે. RBIનો અડધાથી વધુ સોનાનો સ્ટોક વિદેશમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સમાં રાખવામાં આવ્યો અને ત્રીજા ભાગ સ્ટોક ભારતમાં રાખવામાં આવ્યો છે.
સોનાનો સ્ટોક ભારતમાં આવતા આરબીઆઈને સ્ટોરેજ ખર્ચ બચાવવામાં પણ મદદ કરશે, હવે RBIને બેંક ઓફ ઈંગ્લેન્ડને પહેલા કરતા ઓછો સ્ટોરેજ ચાર્જ ચૂકવવો પડશે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, કેન્દ્ર પાસે 31 માર્ચ, 2024 સુધીમાં તેના વિદેશી મુદ્રા ભંડારના ભાગરૂપે 822.10 ટન મૂલ્યનું સોનું હતું, જે ગયા વર્ષે 794.63 ટન હતું. દેશનીમાં મુંબઈના મિન્ટ રોડ તેમજ નાગપુરમાં આવેલી RBIની બિલ્ડીંગમાં સોનું રાખવામાં આવે છે.
Read More: જાણો.. કઇ ચલણી નોટ છે ભારતીયોની ફેવરિટ, RBI એ જાહેર કર્યો રિપોર્ટ
100 ટન સોનું ભારતમાં લાવવું એ એક મુશ્કેલ લોજિસ્ટિક ટાસ્ક હતો, જેના માટે મહિનાઓથી આયોજન કરવામાં આવ્યું હતું સાથે, આયોજનના અમલની ચોક્કસાઈ કરવામાં આવી હતી. જેન માટે નાણા મંત્રાલય, RBI અને સ્થાનિક તંત્ર સહિત સરકારના અન્ય ઘણા વિભાગો વચ્ચે સંકલન કરવામાં આવ્યું હતું.
Read More: બેંકોમાં દાવા વગરની થાપણો ૨૬ ટકા વધીને રૂ. ૭૮,૨૧૩ કરોડ થઇ: RBI
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સોનાને સ્પેશીય એરક્રાફટ મારફતે ભારત લાવવામાં આવ્યું હતું. RBIના અધિકારીએ જણાવ્યું હતું કે “RBIએ થોડા વર્ષો પહેલા સોનું ખરીદવાનું શરૂ કર્યું, ત્યાર બાદ તેને ક્યાં સ્ટોર કરવા આવે એ અંગે તેની સમીક્ષા હાથ ધરવાનું નક્કી કર્યું, વિદેશમાં સ્ટોક વધી રહ્યો હોવાથી, અમુક સોનું ભારતમાં લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું,”