નેશનલ

ટ્રાન્સજેન્ડરો પણ કરી રહ્યા છે મોટી સંખ્યામાં મતદાન, આ રાજ્ય છે ટોપ પર….

લોકશાહીનું મહાન પર્વ એટલે કે ચૂંટણી. ચૂંટણીના મતદાનમાં જ્યારે દેશના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે ત્યારે આ તહેવારને ચાર ચાંદ લાગી જાય છે. આપણા દેશમાં ત્રણ લિંગના માન્યતા આપવામાં આવી છે. મહિલા, પુરૂષ અને નાન્યતર જાતિ. તમને જાણીને આશ્ચર્ય થશે કે હવે ટ્રાન્સજેન્ડર (નાન્યતર જાતિ) મતદાતાઓ પહેલા કરતા વધુ સંખ્યામાં તેમના ઘરોમાંથી બહાર આવવા લાગ્યા છે અને મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચવા લાગ્યા છે. લોકશાહીના મહાન પર્વમાં ત્રીજા લિંગના મતદારો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. 2014ની સામાન્ય ચૂંટણી બાદ થર્ડ જેન્ડર ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યું છે.

ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીને મતદાર નોંધણીના તબક્કાથી જ વધુ સંવેદનશીલ અને અને સર્વસમાવેશી બનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ચૂંટણી પંચ વિકલાંગ, ત્રીજા લિંગ, વરિષ્ઠ નાગરિકો અને ખાસ કરીને નબળા વર્ગો જેવા આદિવાસી જૂથોના નામાંકન પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. તેથી જ કદાચ ત્રીજા લિંગના નોંધાયેલા મતદારોની સંખ્યામાં 23%નો વધારો થયો છે. 2014માં મતદાર યાદીમાં 28,527 ત્રીજા લિંગના મતદારો હતા અને 2019માં 39,075 હતા, જે માર્ચ 16, 2024 સુધીમાં વધીને 48,044 થઈ ગયા હતા.

હકીકત એ છે કે અત્યાર સુધી સત્ય દરેકની સામે ન આવે તેવા ડરને કારણે, ત્રીજા લિંગના મતદારો પોતાને સ્ત્રી અથવા પુરુષ મતદારો તરીકે નોંધણી કરાવવાનું પસંદ કરતા હતા, કારણ કે એ હકીકત છે કે આજે પણ સમાજ ત્રીજા લિંગને સરળતાથી સ્વીકારતો નથી. જો કે, ચુંટણી પંચ દ્વારા તૃતીય પંથી તરફ વધુ સંવેદનશીલ અને તેમની સામાજિક સ્વીકૃતિ વધારવાના ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા છે, જેની અસર જોવા મળી રહી છે. તૃતીય જાતિના મતદારો હવે નિકંકોચપોતાની જાતને એક અલગ કેટેગરી તરીકે રજીસ્ટર કરવા માટે આગળ આવી રહ્યા છે અને ઉત્સાહપૂર્વક મતદાનમાં પણ ભાગ લઇ રહ્યા છે.

જો આપણે એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટ્રાન્સજેન્ડર મતદારોની વાત કરીએ જ્યાં માત્ર એક તબક્કામાં મતદાન થયું છે તો ગોવા ટોચ પર છે. ગોવામાં સૌથી વધુ 75% ત્રીજા લિંગના મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ પછી પુડુચેરી 69.5% સાથે બીજા સ્થાને છે. સિક્કિમમાં ત્રીજા લિંગના 66.7%, આંદામાન અને નિકોબારમાં 50%, આંધ્રમાં 44.3%, કેરળમાં 40.9%, તમિલનાડુમાં 32%, ગુજરાતમાં 30.8%, તેલંગાણામાં 30.2%, ઉત્તરાખંડમાં 29.5%, દિલ્હી અને હરિયાણામાં 28% મતદારોએ મતદાન કર્યું છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત