આપણું ગુજરાત

ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીના પુત્ર અને પ્રકૃતિવિદ શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન

ભાવનગર : દેશની આઝાદી બાદ અખંડ ભારતના નિર્માણ માટે સ્વેચ્છાએ પોતાનું રાજ આપનાર ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર (Son of KRushnkumarsinhji) અને જાણીતા પ્રકૃતિવિદ શિવભદ્રસિંહજી ગોહિલનું (ShivbhadraSingh Gohil) આજે નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને બપોરે 1 થી 5 વાગ્યા સુધી બોરતળાવ પાસેના ભાવવિલાસ પેલેસમાં દર્શનાર્થે રાખવામાં આવનાર છે. જ્યારે સાંજે 5 વાગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.

મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહીલ તેઓ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલના પુત્રની સાથે જ ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ્ પણ છે. તેમનો જન્મ 23 ડિસેમ્બર 1933 માં નીલામબાગ પેલેસમાં થયો હતો. તેઓએ 1975 માં ભાવનગરમાં “ધી ભાવનગર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટી”ની સ્થાપના કરી હતી.

તેમને ભાલના વેળાવદર ગામ પાસે જે જમીન વારસામાં મળી હતી તે બધી જમીન તેમણે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની રચનામાં આપી દીધી હતી. તેઓ 1962 થી લઈને 1972 સુધી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ આઠવલેજીન સંપર્કમાં આવ્યા બાદ તેઓએ રાજનીતિ છોડીને તેમનું જીવન વન્યજીવોને સોંપી દીધું હતું.

ગુજરાત સરકારે જ્યારથી સિંહ વિષયક તજજ્ઞોની સમિતિ નીમી ત્યારથી જ તેઓ તેના સભ્ય હતા. સિંહોની વસ્તીગણતરીમાં પણ તેમનું પ્રદાન નોંધનીય રહ્યું છે. તેઓ રાજપરા ખોડિયાર મંદિરના ટ્રસ્ટી પર રહી ચૂક્યા છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત