India China Border: ચીને ખતરનાક હથિયાર સરહદે લાવ્યું તો ભારત પણ…
LAC પર તણાવ વચ્ચે, ચીને તેના સૌથી અદ્યતન J-20 સ્ટીલ્થ ફાઇટર પ્લેનને સરહદની નજીક તૈનાત કર્યા છે. સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે ચીને સિક્કિમ બોર્ડરથી 150 કિલોમીટરથી ઓછા અંતરે J-20 સ્ટીલ્થ ફાઇટર જેટ તૈનાત કર્યા છે.
27 મેના રોજ લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ચીને તેના અદ્યતન J-20 સ્ટીલ્થ ફાઇટર જેટને સિક્કિમમાં ભારતની સીમાથી 150 કિલોમીટરથી ઓછા અંતરે મૂક્યા છે. સ્ટીલ્થ ટેક્નોલોજીના કારણે આવા વિમાનો સરળતાથી રડારને ડોજ કરી શકે છે. તિબેટના શિગાત્સેમાં 12,408 ફૂટની ઉંચાઈ પર આવેલ દ્વિ-ઉપયોગી લશ્કરી અને નાગરિક એરપોર્ટ પર J-20 સ્ટીલ્થ ફાઇટર પ્લેન તૈનાત કરવામાં આવ્યા છે, જેનાથી પ્રાદેશિક તણાવ વધવાની શક્યતાઓ છે.
Read More | Donald Trump નું શું થશે, કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ ચૂંટણી લડવા પર સવાલ
ભારત અને ચીનની સેનાઓ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પાંચ વર્ષથી સામસામે છે. મે 2020માં પૂર્વી લદ્દાખમાં સૈન્ય મુકાબલો શરૂ થયો ત્યારથી, ચીનની વાયુસેના પશ્ચિમી સેક્ટરમાં તેના એરફિલ્ડ્સ પર નિયમિતપણે J-20 ને તૈનાત કરી રહી છે. ભારતીય સેના પહેલાથી જ સતર્ક છે J-20 તૈનાતીથી વાકેફ છે પરંતુ તેણે ટિપ્પણી ન કરવાનું પસંદ કર્યું છે. પણ સેના ચીનના કોઈપણ ષડયંત્રનો સામનો કરવા માટે તૈયાર છે.
ભારતે પણ ચીનના સંભવિત હુમલાનો સામનો કરવાની પૂર્વ તૈયારી કરી લીધી છે. ભારતના સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર પ્લેન પૂર્વ સેક્ટરમાં હાસીમારા, ચાબુઆ અને તેજપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય ભારતીય વાયુસેનાના રાફેલ ફાઈટર પ્લેનની એક સ્ક્વોડ્રન (18 જેટ) પશ્ચિમ બંગાળના હાસીમારા એરપોર્ટ પર તૈનાત છે. બીજી સ્ક્વોડ્રન પાકિસ્તાન સાથેના પશ્ચિમી મોરચા માટે અંબાલામાં તૈનાત છે.
Read More | અમેરિકાના મિનિયાપોલિસમાં Firing, ત્રણ લોકોના મોત, છ ઘાયલ
ચીને છેલ્લાં પાંચ વર્ષમાં તિબેટ અને ભારતની નજીકના અન્ય વિસ્તારોમાં તેની હવાઈ શક્તિ ક્ષમતામાં સતત વધારો કર્યો છે તો 21મી સદીનું નવું ભારત પણ ચૂપ બેસીને યુનોમાં ગુહાર લગાવવા ગયું નથી. ભારતે પણ તેના એરબેઝને નોંધપાત્ર રીતે અપગ્રેડ કરીને પ્રતિસાદ આપ્યો છે. ભારત પર હુમલો કરતા પહેલા ચીનનો ઘણો વિચાર કરવો પડશે.