બેંગલુરુ : કર્ણાટકના હાસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) શુક્રવારે વહેલી સવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ પોલીસે ધરપકડ કરી હતી. સસ્પેન્ડેડ જેડીએસ સાંસદ પ્રજ્વલ પર અનેક મહિલાઓના યૌન શોષણ કરવાનો અને તેનો વીડિયો બનાવવાનો આરોપ છે. હાસનમાં યોજાયેલી લોકસભા ચૂંટણી પહેલા રેવન્નાનો વીડિયો વાયરલ(Viral Video) થયો હતો. જો કે તે પોલીસથી બચીને જર્મની ભાગી ગયા હતા.
ભારત પરત ફરવાની માહિતી આપી હતી
કર્ણાટક પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને ઈન્ટરપોલ પાસેથી પ્રજ્વલ રેવન્ના ભારત આવવાની માહિતી મળી હતી. જ્યારે SITએ બેંગલુરુ પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓ શુક્રવારે વહેલી સવારે એરપોર્ટ પર પહોંચ્યા અને રેવન્નાની ઉતરતાની સાથે જ ધરપકડ કરી. થોડા દિવસો પૂર્વે પ્રજ્વલ રેવન્નાએ એક વીડિયો જાહેર કર્યો હતો અને તેની ભારત પરત ફરવાની માહિતી આપી હતી.
Read More: Prajwal Revanna ટૂંક સમયમાં જર્મનીથી ભારત પરત ફરશે, એસઆઈટી સમક્ષ થશે હાજર
જ્યારે યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા સસ્પેન્ડેડ જેડીએસ નેતા રેવન્ના સાથે એસઆઈટી પ્રજ્વલ બેંગલુરુમાં સીઆઈડી ઓફિસ પહોંચી છે, તેને અહીં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવશે. હવે તેમની પૂછપરછ કરવામાં આવશે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોના નામ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કેવી રીતે થઈ?
હાસનમાં વાયરલ થયેલા વીડિયોને લઈને કર્ણાટક સરકારે એસઆઈટી (SIT)ની રચના કરી હતી. ઈન્ડિયન એક્સપ્રેસે એસઆઈટીના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઈન્ટરપોલે ગુરુવારે સાંજે તેમને જાણ કરી હતી કે પ્રજ્વલ રેવન્નાએ મ્યુનિકથી લુફ્થાન્સા એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે. એસઆઈટીની અપીલને પગલે ઇન્ટરપોલે આ મહિનાની શરૂઆતમાં પ્રજ્વલ સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ત્યારથી તેમના પર ભારત પરત ફરવાનું દબાણ વધી રહ્યું હતું.
પ્રજ્વલ રેવન્નાની સઘન પૂછપરછ કરાશે
એસઆઈટી રેવન્નાની 14 દિવસની પોલીસ કસ્ટડી માટેની માંગ કરશે. જો કે કોર્ટ સામાન્ય રીતે માત્ર 7 થી10 દિવસની કસ્ટડી આપે છે. જો એસઆઈટી ને પોલીસ કસ્ટડી મળશે તો રેવન્નાનું નિવેદન નોંધવામાં આવશે. તેમના ઈમેલની તપાસ કરવામાં આવશે અને ગુનામાં વપરાયેલ ફોન પણ જપ્ત કરવામાં આવશે.
Read More: કર્ણાટક અશ્લીલ વીડિયો કાંડ: પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી
ડિલીટ કરાયેલા વીડિયોની પણ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવશે. જે ઉપકરણોમાં વીડિયો હોઈ શકે છે તે પણ જપ્ત કરવામાં આવશે. લીક થયેલા વિડીયો અંગે પ્રજ્વલ રેવન્નાને જવાબો પણ આપવામાં પડશે.આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોના નામ પણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.