વેપાર

વિશ્ર્વ બજાર પાછળ ચાંદી ₹ ૧૪૪૫ તૂટી, સોનામાં ₹ ૨૯૮નો ઘટાડો

મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતમાં વિલંબની શક્યતા સાથે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪૪૫નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૭થી ૨૯૮નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનાં નફારૂપી વેચવાલીના દબાણ સામે વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૪૫ તૂટીને રૂ. ૯૨,૬૭૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૯૭ ઘટીને રૂ. ૭૧,૮૨૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૯૮ ઘટીને રૂ. ૭૨,૧૧૫ના મથાળે રહ્યા હતા.

ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચવાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ વધારો થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૩૭.૪૦ ડૉલર અને જૂન વાયદાના ભાવ ૦.૩૦ ટકા ઘટીને ૨૩૩૪.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૮૫ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૩૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે મોડી સાંજે અમેરિકાનાં પહેલા ત્રિમાસિકગાળાનાં જીડીપીનાં સુધારીત ડેટાની થનારી જાહેરાત તેમ જ આવતીકાલે જાહેર થનારા અમેરિકાનાં એપ્રિલ મહિનાના ફુગાવાના ડેટાની ફેડરલનાં વ્યાજદરમાં કપાતની અસર થાય તેમ હોવાથી રોકાણકારોની નજર આ ડેટા પર સ્થિર થઈ હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલનાં ઘણાં અધિકારીઓએ વ્યાજદરમાં કપાત અંગે ઓછો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હોવાથી ઊંચા વ્યાજદર લાંબા સમયગાળા સુધી જળવાઈ રહે તેવી શક્યતા સપાટી પર આવી છે. જોકે, વેપારી વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા છે. સામાન્યપણે ઊંચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની માગ શુષ્ક રહેતી હોય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત