શેફાલી જરીવાલાની આ તસવીરોએ ઇન્ટરનેટ પર લગાવી આગ: લોકોએ કહ્યું ‘કોઇ કહી શકે કે આ 41 વર્ષની છે’?
મુંબઈ: રિમિક્સનો જમાનો જ્યારે નવો નવો જ શરૂ થયું હતું ત્યારે એક ગીતે ધૂમ મચાવી હતી અને એ ગીતમાં પડદા ઉપર દેખાનારી શેફાલી જરીવાલા રાતોરાત સ્ટાર બની ગઇ હતી. વચ્ચે અમુક વર્ષો સુધી પડદા પર ગાયબ રહી હોવા છતાં શેફાલી હંમેશા ચર્ચામાં તો રહેતી જ હોય છે અને હાલ પણ તે ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વખતે તેની તસવીરોએ તેની ચર્ચા જગાવી છે જે ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
શેફાલી 41 વર્ષની થઇ હોવા છતાં તેની સુંદરતા હજી પણ અકબંધ છે અને તેની ફિટનેસ ઘણી ફેશન મોડેલો અને એન્ટરટેઇન્ટમેન્ટની દુનિયામાં રહેલી યુવા અભિનેત્રીઓને પણ શરમાવી દે તેવી છે.
હાલમાં જ શેફાલીએ પોતાના ફોટો ઇન્ટરનેટ પર મૂક્યા હતા, જેમાં તે બિકિની પહેરેલી દેખાય છે. સ્વિમીંગ પૂલમાં મોજ માણતી શેફાલીના આ ફોટા તેના ચાહકોને ખૂબ પસંદ આવ્યા હતા અને ચાહકોએ તેના વખાણ કરતી અનેક કોમેન્ટ્સ કરી હતી. લોકોએ તે 41 વર્ષની હોય તેવું માન્યમાં જ ન આવે, તેવી કોમેનટ્સ કરીને શેફાલીની અદાઓને બિરદાવી હતી. શેફાલીએ બ્લેક, રેડ, ગ્રીન એવા તમામ કલરની બિકિનીમાં સ્વીમિંગ પૂલમાં જુદા જુદા પોઝ આપ્યા હતા. તસવીરોમાં તે ખૂબ જ એન્જોય કરી રહેલી નજર આવે છે. સમર હીટથી રાહત મેળવવા માટે જ્યુસ સાથે સ્વિમીંગ પૂલમાં મસ્તી માણી રહેલી દેખાય છે.
ઉલ્લેખનીય છે કે આજકાલ શેફાલી હોરર શૉ ‘શેતાની રાસ્તા’માં અભિનય કરતી જોવા મળે છે. તે ભલે પડદા પર ઓછી દેખાતી હોય, પરંતુ તેનો ચાર્મ હજી પણ અકબંધ છે તે તેની વાયરલ થયેલી તસવીરો પરથી સ્પષ્ટ થાય છે. શેફાલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહેતી હોય છે એટલે તેના ફોલોઅર્સ પણ બહોળા પ્રમાણમાં છે. તેના ફેન્સ માટે તે અવારનવાર પોતાની તસવીરો તેમ જ જીવનની અન્ય પળો શેર કરતી હોય છે.