IPL 2024સ્પોર્ટસ

IPLની 10 ટીમના 3-3 ખેલાડીઓ જેમને માલિકો 2025ની સિઝન માટે જાળવી રાખશે?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સીઝનમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને હરાવીને IPL 2024ની ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. KKR ટીમના શાનદાર પ્રદર્શનને કારણે ફાઈનલ મેચ એકતરફી રહી હતી. IPL 2024 પૂરી થઇ ગયા બાદ હવે બધાની નજર IPLની 18મી સિઝન માટેના મેગા ઑક્શન પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર IPL 2025માં તમામ ટીમો 3 ખેલાડીઓને રિટેન કરી શકે છે. જેમાં 2 ભારતીય અને 1 વિદેશી ખેલાડી હોઈ શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ (MI)ઃ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2025 માટે સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને ટિમ ડેવિડને રિટેન કરી શકે છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં MIની ટીમ છેક દસમા ક્રમે આવી છે. છતાં ટીમના માલિકો કેપ્ટન હાર્દિક પંડ્યાને વધુ એક તક આપવા માટે પણ ગંભીરપણે વિચારી શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ઃ
ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ KKR શ્રેયસ અય્યર, સુનીલ નારાયણ અને રિંકુ સિંહને જાળવી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ઃ
ચેન્નાઈ સુપર કિંગ્સ રૂતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાને રિટેન કરશે એમ માનવામાં આવે છે.

પંજાબ કિંગ્સ (PBKS)ઃ
પંજાબ કિંગ્સની ટીમ શશાંક સિંહ, આશુતોષ શર્મા અને અર્શદીપ સિંહને રિટેન કરી શકે છે.

રાજસ્થાન રોયલ્સ (RR)ઃ
2008ની ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સ પોતાની ટીમમાં સંજુ સેમસન, રેયાન પરાગ અને જોસ બટલરને જાળવી શકે છે.

ગુજરાત ટાઇટન્સ (GT)ઃ
ગુજરાત ટાઇટન્સ ટીમ શુભમન ગિલ, રાશિદ ખાન અને સાઇ સુદર્શનને પોતાની ટીમમાં જાળવી શકે છે. જોકે, ટીમ મહમદ શમીને પણટીમમાં સમાવવા ઉત્સુક રહેશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ઃ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL 2025 માટે તેમની ટીમમાંથી વિરાટ કોહલી, વિલ જેક્સ અને રજત પાટીદારને જાળવી શકે છે.

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ઃ

લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ નિકોલસ પુરન, મયંક યાદવ અને કેએલ રાહુલને પોતાની ટીમમાં જાળવી શકે છે.

દિલ્હી કેપિટલ્સ (DC)ઃ

દિલ્હી કેપિટલ્સ ટીમ તેમની ટીમમાંથી ઋષભ પંત, કુલદીપ યાદવ અને ટ્રિસ્ટન સ્ટબ્સને જાળવી શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ઃ

IPL 2024ની રનર અપ રહેલી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2025ની મેગા હરાજી પહેલા પેટ કમિન્સ, અભિષેક શર્મા અને ટી નટરાજનને જાળવી શકે છે. જોકે, ટીમ માલિકો ટ્રેવિસ હેડને પણ જાળવી રાખવા માગશે. એસ્થિતિમાં કોને ટીમની બહાર કરવો એ દુવિધાનો સામનો તેમને કરવો પડશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button