નેશનલ

Lok Sabha Election: PM Modiએ ચૂંટણી પ્રચારમાં 206 રેલીને સંબોધીને રચ્યો ઈતિહાસ

સાતમા તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થશે, પહેલી જૂને છેલ્લું મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પાર્ટીને સત્તામાં લાવવા માટે અસાધારણ પ્રયાસો કર્યા છે. પીએમે ચૂંટણીના પ્રચાર દરમિયાન 206થી વધુ રેલીને સંબોધિત કરી હતી. એના સિવાય ત્રીજી ટર્મ માટે ફરી પોતાની સરકાર રચવાનો પણ દાવો કર્યો હતો.

Read More: વિપક્ષો પરાજય માટે મતદાન મશીનોને દોષ દેશે: અમિત શાહ

આ વખતની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીએ રેકોર્ડ બ્રેક પ્રચાર કરવાની સાથે 200થી વધુ રેલીઓને સંબોધી હતી. ઉપરાંત, પીએમ મોદીએ ટીવી ચેનલ્સને 80 ઈન્ટરવ્યૂ આપ્યા હતા. એના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આટલા દિવસોમાં પીએમ મોદીનું શેડયૂલ કેટલું વ્યસ્ત રહ્યું હશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રીજા કાર્યકાળ પૂર્વે 125 દિવસનો રોડમેપ તૈયાર કર્યો હતો. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર બન્યા પછી ત્રીજી ટર્મના આગામી 125 દિવસ સરકાર શું કરશે, કોના માટે કામ કરશે એના અંગે પણ તૈયારીઓ કરી છે. ચૂંટણી પ્રચારમાં 206 રેલી સાથે 80 ઈન્ટરવ્યૂ કરવાની સાથે 10 વર્ષના કામકાજના લેખાજોખા કરવામાં આવ્યા હતા. એની સાથે સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સાથે ભ્રષ્ટાચાર સામે નિરંતર કાર્યવાહી કરતી રહેશે એમ પણ જણાવ્યું હતું.

Read More: Lok Sabha Election: અંતિમ તબક્કામાં 57 બેઠક પર ૨૯૯ ઉમેદવાર કરોડપતિ

આજે સાંજના સાતમા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારના પડઘમ શમી જશે, જ્યારે પહેલી જૂને સાતમા તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવશે. સાતમા તબક્કામાં 57 બેઠક પર વોટિંગ થશે. સાત તબક્કા સુધી લાગલગાટ ચૂંટણી પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સહિત કોંગ્રેસ અને અન્ય જાણીતી પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું.

અંતિમ તબક્કામાં મેદાનમાં ઉતરેલા ૯૦૪ ઉમેદવારોમાંથી ૨૯૯ કરોડપતિ છે. આ કરોડપતિઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ૪૪ ઉમેદવાર છે. ત્યાર બાદ કોંગ્રેસના ૩૦ અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ૨૨ ઉમેદવાર છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત