Video: કેરળમાં મહિલાને ST બસમાં પ્રસુતિની પીડા ઉપડી, ડોકટરોએ બસમાં જ ડીલવરી કરી
ત્રિશૂર: કેરળ સરકાર સંચાલિત KSRTCની બસમાં મુસાફરી કરી રહેલી સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા(Labour pain) થતા કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. ત્રિશૂર(Thrissur )થી કોઝિકોડ જતી બસમાં જ 37 વર્ષીય મહિલાએ એક છોકરીને જન્મ આપ્યો હતો. ટ્રાન્સપોર્ટ સ્ટાફ, ડોકટરો અને સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે માતા અને બાળકી બંને સુરક્ષિત છે.
આ ઘટનાના એક વીડિયોમાં જોવ મળે છે કે હોસ્પિટલના ગેટ પાસે આવેલી બાસમાં જ મહિલાની પ્રસુતિ માટે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. મહિલાને બસની સીડી પાસે સુવડાવવામાં આવી હતી, ડોકટરોએ ત્યાં જ તેણી પ્રસુતિ કરાવી હતી. એક મહિલા સ્ટાફ નવજાત બાળક સાથે બસની બહાર ઉતરતી જોવા મળે છે. સફળતાપૂર્વક ડિલિવરીને થતા કરીને લોકો આનંદમાં આવી ગયા હતા.
અહેવાલ મુજબ બસ ત્રિશૂરથી કોઝિકોડ જવા નીકળેલી બસે થોડું અંતર કાપ્યું ત્યાર બાદ પેરામંગલમ વિસ્તારને પાર કરી ત્યારથી જ મહિલાને પ્રસૂતિની તીવ્ર પીડા થવા લાગી. આ વિશે જાણ થતાં, બસ ડ્રાઇવરે બસને તુરંત ત્રિસુર તરફ વાળી. બસ સ્ટાફે મદદ માટે થ્રિસુરની અમલા હોસ્પિટલને પણ કોલ કર્યો.
આ પણ વાંચો : રાજસ્થાનની સરકારી હૉસ્પિટલમાં મહિલાએ એક સાથે ચાર બાળકને આપ્યો જન્મ
બસ હોસ્પિટલમાં પહોંચ્યા પછી સ્થિતિને જોતા, ડોકટરોએ મહિલાને વોર્ડમાં લઈ જવા માટે સમય ન બગાડ્યો અને બસમાં જ જરૂરી પ્રસુતિ માટે પ્રક્રિયા હાથ ધરી. ડિલિવરી પછી, માતા અને બાળકીને બાદમાં વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે જન્મ દરમિયાન કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો ન હતો અને ડિલિવરી સફળ રહી હતી. માતા અને બાળક બંનેની તબિયત સ્થિર અને સારી છે.