અમદાવાદ સિવિલમાં આગનો બનાવ : સદનસીબે કોઈ જાનહાનિ નહીં
અમદાવાદ : રાજકોટમાં લાગેલી આગ દુર્ઘટનાની હજુ કળ વળે તે પહેલા અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના (civil hospital ahmedabad fire) સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સિવિલ હોસ્પિટલમાં નવી કેન્સર બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલ કેમ્પસની નવી કેન્સર બિલ્ડિંગના પાંચમા માળે એસી કમ્પ્રેસરમાં આગ લાગી હતી. આથી કઈક બળતું હોવાની દુર્ગંધ ફેલાતા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ સમયે ICUમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા હતા અને આથી એક મોટી જાનહાનિ ટળી હતી.
આ પણ વાંચો : “લૂંટેરા સમૂહલગ્ન”: અમદાવાદમાં લગ્નની કંકોત્રી છાપીને કરી 24 લાખની છેતરપિંડી….
આ બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે “આગ લાગવાના થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આથી કઈ નુકસાન થયું નથી. આગ પર સમયસર કાબૂ મેળવી લેવાથી જાનહાનિ ટાળી છે. કોઈપણ દર્દી કે સ્ટાફને ઇજા પહોંચી નથી .