ભારત-પાકિસ્તાનના T20 વર્લ્ડ કપ મેચમાં આતંકવાદી હુમલાની ધમકી! ન્યૂયોર્કના ગર્વનરે આપી આ ખાતરી
ન્યુયોર્ક: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મેચ (India vs Pakistan) દરમિયાન બંને દેશના ક્રિકેટ રસિકો માટે ઉત્સવ જેવો માહોલ હોય છે, અગામી 9 જૂનના રોજ યુએસએના ન્યુ યોર્ક રાજ્યની નાસાઉ કાઉન્ટી(Nassau County)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપ(T20 Worldcup) મેચ રમાવાની છે, જેની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ISISએ આ મેચ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી આપી છે, પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરી રહેલા યુએસએ સુરક્ષાની ખાતરી આપી છે.
નાસાઉ કાઉન્ટી ખાતેનું આઇઝનહોવર પાર્ક સ્ટેડિયમ ટુર્નામેન્ટની આઠ મેચોની યજમાની કરશે, જેમાં ભારતની ત્રણ મેચોનો સમાવેશ થાય છે. ભારતીય ટીમ 1 જૂને બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ પણ અહીં જ રમશે. ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર કેથી હોચુલે કહ્યું કે તેમણે રાજ્ય પોલીસને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરક્ષા પગલાં વધારવાનો નિર્દેશ આપ્યો છે. કેથી હોચુલે ભારપૂર્વક જણાવ્યું હતું કે હુમલાની ધમકી વિશ્વસનીય નથી.
ગર્વારનર હોચુલે X પરની પોસ્ટમાં જણાવ્યું હતું “વર્લ્ડ કપની તૈયારી માટે મારી ટીમ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફેડરલ અને સ્થાનિક એજન્સીઓ સાથે કામ કરી રહી છે. આ સમયે કોઈ વિશ્વસનીય ખતરો ન હોવા છતાં, મેં ન્યુયોર્ક પોલીસને સુરક્ષા પગલાં વધારવા માટે નિર્દેશ આપ્યો છે. જેમ જેમ ઇવેન્ટ નજીક આવે છે તેમ મોનિટરીંગ વધારવામાં આવશે”.
મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ કપ પર ISIS-K દ્વારા આતંકી હુમલાની ધમકી બાદ ન્યૂયોર્કના અધિકારીઓ સલામતીના પગલા લઇ રહ્યા છે.
વર્લ્ડ કપ પર આતંકી હુમલાની ધમકી અંગે સૌપ્રથમ ત્રિનિદાદના વડાપ્રધાન કીથ રોલીએ જાહેરાત કરી હતી. ICC એજણાવ્યું હતું કે ઈવેન્ટનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે મજબૂત સુરક્ષા કવચ ગોઠવવામાં આવી છે.
Also Read –