આમચી મુંબઈ

… તો 90 મિનિટનો પ્રવાસ 20 મિનિટમાં, MMRDAએ આપ્યો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ

મુંબઈઃ ઈસ્ટર્ન ફ્રીવે (Eastern Freeway)ને સીધું કોસ્ટલ રોડ (Coastal Road) સાથે જોડવા સરકાર દ્વારા ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ પ્રકલ્પ (Orange Gate Marinedrive Project) શરૂ કરવાની દિશામાં વધુ એક ડગલું આગળ માંડ્યું છે. આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ મુંબઈના એક ખુણેથી બીજા ખૂણે પહોંચવાનું વધારે સરળ તો બનશે પણ એની સાથે સાથે જ સમયની બચત પણ થશે. હવે આ પ્રોજેક્ટના ભૂ-તાંત્રિક તપાસણીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 9.23 કિમીની લંબાઈનો આ કનેક્ટિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટે કુલ 35 જગ્યા પર આ તપાસણીનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાની માહિતી મુંબઈ મેટ્રોપોલિટિયન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (Mumbai Metropolitan Region Development Authority-MMRDA)ના અધિકારીએ આપી હતી.

એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે 35માંથી 7 જગ્યાની તપાસણીનું કામ પૂરું થઈ ગયું છે. આ તપાસમાં આ જમીનના કેટલા નીચે ખડક છે, પાણી છે, માટી કેવી છે, પાયો નાખવા માટે કેટલું ઊંડું ખોદકામ કરવું પડશે એ તમામ બાબતની તપાસ કરવામાં આવે છે. ત્યાર બાદ જ આ પ્રોજેક્ટના કામની શરૂઆત થશે.

ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ પ્રોજેક્ટની જવાબદારી એલ એન્ડ ટી કંપનીને સોંપવામાં આવી છે. કંપનીએ મુંબઈમાં મોન્સૂન પહોંચે એ પહેલાં જ કામની શરૂઆત કરી છે. આગામી કેટલાક દિવસોમાં તમામ જગ્યાની તપાસણીનું કામ પૂરું કરવાની યોજના બનાવવામાં આવી છે જેથી જેવું ચોમાસું પૂરું થાય કે આ પ્રોજેક્ટનું આગળનું કામ શરૂ કરી શકાય.

Also Read – Palghar Derailment: 24 કલાક પછી રેલવેએ લીધો રાહતનો શ્વાસ પણ….

આ પ્રોજેક્ટ શું છે એના વિશે વાત કરીએ તો આ સાઉથ મુંબઈથી વાહનો ઉપનગર સુધી સરળતાથી પહોંચી શકશે. 9.23 કિલોમીટર લંબાઈના આ માર્ગમાંથી 6.23 કિલોમીટરનો માર્ગ અંડરગ્રાઉન્ડ હશે. આ પ્રોજેક્ટના માધ્યમથી ઈસ્ટર્ન ફ્રીવેને સીધું કોસ્ટલ રોડ સાથે કનેક્ટ કરવામાં આવશે. પી ડિમેલો રોડ પર આવેલા ઓરેન્જ ગેટથી છેક મરીન ડ્રાઈવ નજીક આવેલા કોસ્ટલ રોડ સુધી સરળતાથી પહોંચી શકાય.

સૌથી મહત્ત્વની વાત એટલે આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ થાણે, કલ્યાણા, ભિવંડી, ચેમ્બુર, દક્ષિણ મુંબઈ કે ઉપનગર જનારા વાહનો સિગ્નલ વિના નોનસ્ટોપ પ્રવાસ કરી શકાશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button