ટોપ ન્યૂઝનેશનલ

છેલ્લા પાંચ વર્ષમાં સાંસદો થયા માલામાલ, ફરીથી ચૂંટણી લડી રહેલા સાંસદોની સંપતિમાં આટલો વધારો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના છેલ્લા તબક્કાનું મતદાન 1 જુનના રોજ થવાનું છે, હાલ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ઉમેદવારો અંગે રીસર્ચ કરી સતત અહેવાલો બહાર પડતી રહી છે, ADRના તાજેતરના એક અહેવાલ મુજબ ફરીથી લોકસભાની ચૂંટણી લડનારા 324 સાંસદોની સંપત્તિમાં છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 43 ટકાનો વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં આ 324 સાંસદોની સરેરાશ સંપત્તિ 21.55 કરોડ રૂપિયાની આસપાસ હતી, 2024ની ચૂંટણી આવતા આવતા સાંસદોની સરેરાશ સંપત્તિનું મૂલ્ય નોંધપાત્ર રીતે વધીને 30.88 કરોડ રૂપિયા થઈ ગયું છે, આમ છેલ્લા પાંચમાં સાંસદોની સરેરાશ સંપતિમાં 9.33 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ADRએ 2024માં ફરીથી લોકસભા ચૂંટણી લડતા સંસદ સભ્યોની સંપત્તિમાં થયેલા વધારાનું વિશ્લેષણ કરી આ અહેવાલ તૈયાર કર્યો છે.

રિપોર્ટ અનુસાર, મુખ્ય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ફરીથી ચૂંટણી લડી રહેલા 183 સાંસદોની સરેરાશ સંપત્તિમાં 39.18 ટકા (રૂ. 18.40 કરોડથી રૂ. 25.61 કરોડ)નો વધારો જોવા મળ્યો છે.

ફરીથી ચૂંટણી લડીરહેલા કોંગ્રેસના 36 સાંસદોની સરેરાશ સંપત્તિમાં 48.76 ટકાનો વધારો થયો છે, કોંગ્રેસ સાંસદોની સરેરાશ સંપતિ રૂ. 44.13 કરોડથી વધીને રૂ. 65.64 કરોડ થઇ છે.

ફરીથી ચૂંટણી લડી રહેલા દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના 10 સાંસદોની સંપત્તિમાં 19.96 ટકા (રૂ. 30.93 કરોડથી રૂ. 37.10 કરોડ), શિવસેના આઠ સાંસદોની 48.13 ટકા (રૂ. 19.77 કરોડથી રૂ. 29.28 કરોડ), સમાજવા પાર્ટીના પાંચ સાંસદોની સંપત્તિ 20.53 ટકા (રૂ. 20.56 કરોડથી રૂ. 24.78 કરોડ), યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીના આઠ સાંસદોની સંપત્તિમાં 84.13 ટકા (રૂ. 28.66 કરોડથી રૂ. 52.78 કરોડ) વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર, ફરીથી ચૂંટણી લડી રહેલા તૃણમૂલ કોંગ્રેસના 16 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 53.84 ટકા (રૂ. 15.69 કરોડથી રૂ. 24.15 કરોડ) વધારો થયો છે, જનતા દળ (યુનાઇટેડ)ના 11 સાંસદોની સંપત્તિમાં 35.54 ટકા (રૂ.થી રૂ. 4.55 કરોડથી રૂ. 6.17 કરોડ), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના એક સાંસદની સંપત્તિમાં 14.34 ટકા (રૂ. 12 કરોડથી રૂ. 14 કરોડ), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના ત્રણ સાંસદોની સંપત્તિ 52.94 ટકા (રૂ. 38 કરોડથી રૂ. 59 કરોડ) અને NCP (શરદ ચંદ્ર પવાર)ના ત્રણ સાંસદોની સંપત્તિમાં 21.05 ટકા (48 કરોડ રૂપિયાથી રૂ. 58 કરોડ) અને જનતા દળ (સેક્યુલર)ના એક સાંસદની સંપત્તિમાં 317 ટકા (રૂ. 9 કરોડથી રૂ. 40 કરોડ) વધારો થયો છે.

ADRના રીપોર્ટ મુજબ બહુજન સમાજ પાર્ટી (BSP) તરફથી ફરીથી ચૂંટણી લડનારા સાંસદોની સંપત્તિ 25.37 ટકા (રૂ. 8.46 કરોડથી રૂ. 10.61 કરોડ), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સાંસદોની સંપત્તિમાં 68.4 ટકા (રૂ. 7.01 કરોડથી 11.80 કરોડ), બીજુ જનતા દળના સાંસદોની સંપતિમાં 184.02 ટકા (રૂ. 2.41 કરોડથી રૂ. 6.85 કરોડ), તેલુગુ દેશમ પાર્ટીના સાંસદોની સંપતિમાં 143.2 ટકા (રૂ. 18.90 કરોડથી રૂ. 45.97 કરોડ), ઇન્ડિયન યુનિયન મુસ્લિમના સાંસદોની સંપતિમાં 104.9 ટકા (રૂ. 13.07 કરોડથી રૂ. 26.78 કરોડ) અને સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સાંસદોની સમાપ્તિમાં 3000.51 ટકા (રૂ. 4.78 લાખથી રૂ. 1.48 કરોડ)નો વધારો નોંધાયો છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button