એશિયા કપ જીત્યા બાદ રોહિત શર્માએ કરી એવી હરકત કે…

ગઈકાલે કોલંબોમાં શ્રીલંકન ટીમને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પણ આ જ દરમિયાન ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ કંઈક એવું કર્યું હતું કે તે મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. રોહિત શર્મા તેની ભૂલવાની આદતને કારણે એરપોર્ટ પર ફસાતાં ફસતાં બચી ગયો હતો.
રોહિતને ભૂલવાની આદત છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ અને યુટ્યુબ પરના એક શોમાં પણ વિરાટ કોહલીએ કહ્યું હતું કે રોહિતને વસ્તુઓ ભૂલી જવાની આદત છે. તે એરપોર્ટ પર કે સાર્વજનિક સ્થળ પર પોતાની વસ્તુઓ અને કિંમતી સામાન ભૂલી જાય છે. વિરાટે આગળ એવું પણ જણાવ્યું હતું કે મેં રોહિત જેટલું કોઈને પણ વસ્તુઓ ભૂલતા જોયો નથી. એ પોતાનો આઈપેડ અને પાસપોર્ટ જેવી કિંમતી વસ્તુઓ પણ ભૂલી જાય છે.
રોહિત ફરી એક વખત પોતાની ભૂલવાની આદતને કારણે મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. વાત જાણે એમ છે કે એશિયા કપ ચેમ્પિયન બન્યા બાદ ટીમ એરપોર્ટ જઈ રહી હતી ત્યારે રોહિત પોતાનો કિંમત સામાન હોટેલમાં જ ભૂલી ગયો હતો અને આ કિંમતી સામન એટલે રોહિતનો પાસપોર્ટ. પરંતુ બસમાં બેઠા બાદ જ આ વાતની જાણ થઈ હતી અને હોટેલનો સ્ટાફ દોડતો દોડતો રોહિતને એને પાસપોર્ટ આપવા માટે બસમાં પહોંચી ગયો હતો.
રોહિત જ્યારે પોતાના પાસપોર્ટની રાહ જોઈ રહ્યો હતો ત્યારે પાછળથી ટીમનો હૂટિંગનો અવાજ પણ સંભળાય છે અને રોહિત અને પંડ્યા સહિતના ખેલાડીઓ હસતાં દેખાયા હતા.