T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup Warm Up Match : વૉર્મ અપ મૅચમાં ઑસ્ટ્રેલિયાના માત્ર નવ ખેલાડી: હેડ-કોચ અને ચીફ સિલેક્ટરે રમવું પડ્યું!

કાંગારૂઓએ 10 ઓવરમાં નામિબિયા સામેનો ટાર્ગેટ મેળવી લીધો

પોર્ટ ઑફ સ્પેન: ક્રિકેટ મૅચ જો સત્તાવાર સ્તરની ન હોય તો ક્યારેક એવું બને કે એમાં કોઈ ખેલાડી કોઈ કારણસર સમયસર હાજર ન હોય તો તેની જગ્યા ભરવા સ્થાનિક ખેલાડીને કે હરીફ ટીમના પ્લેયરને રમાડવામાં આવે છે. જોકે બુધવારે અહીં ટી-20 વર્લ્ડ કપ પહેલાંની વોર્મ અપ મૅચમાં ખરું બની ગયું. નામિબિયા સામેની મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયાના માત્ર નવ પ્લેયર ઉપલબ્ધ હોવાથી ઇલેવનની ટીમ પૂરી કરવા ટીમના હેડ-કોચ એન્ડ્રયુ મેકડોનાલ્ડ તેમ જ ચીફ સિલેકટર જ્યોર્જ બેઈલીને રમવા બોલાવવા પડ્યા હતા.

Read More: Team India in T20 World Cup : રોહિત શર્મા ઍન્ડ કંપનીની ‘નાઇટ-ક્રિકેટ’ પછી હવે ‘ડે મૅચ’: અસહ્ય ગરમી પછી હવે ‘કૂલ…કૂલ’

IPLને લીધે ઑસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ હજી વર્લ્ડ કપની ટીમ સાથે નથી જોડાયા એટલે આવી ટીમ આવી મુસીબતમાં મુકાઈ હતી. એક તબક્કે ટીમમાં ચાર સબ્સ્ટિટ્યૂટ હતા જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને 50 વર્ષની ઉંમરના સહાયક કોચ બ્રેડ હૉજ તથા ફીલ્ડિંગ કોચ આન્દ્રે બૉરોવેચનો પણ સમાવેશ હતો. ટીમને જરૂર પડી ત્યારે સૌથી પહેલાં 42 વર્ષના બેઈલી અને 46 વર્ષના બૉરોવેચને મેદાન પર આવવા કહેવામાં આવ્યું હતું.

ટી-20 કેપ્ટન મિચલ માર્શ ઈજા બાદ અનફિટ હોવા છતાં રમ્યો હતો, પેટ કમિન્સ તેમ જ ટ્રેવિસ હેડ, મિચલ સ્ટાર્ક, મેક્સવેલ, કેમેરન ગ્રીન, સ્ટોઈનિસ IPLમાં રમીને આવ્યા બાદ ટીમ સાથે સમયસર નહોતા જોડાઈ શક્યા એટલે બુધવારે ઑસ્ટ્રેલિયાની ટીમ અધૂરી હતી.

Read More: India – Pakistan T20 World Cup Match

જોકે હેઝલવૂડ (પાંચ રનમાં બે વિકેટ), ઝેમ્પા (પચીસ રનમાં ત્રણ વિકેટ) તેમ જ ડેવિડ વૉર્નર (54 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ના પર્ફોર્મન્સથી ઑસ્ટ્રેલિયાએ નામિબિયા તરફથી મળેલો 120 રનનો લક્ષ્યાંક 10 ઓવરમાં (10 ઓવર બાકી રાખીને) મેળવી લીધો હતો. નામિબિયા (20 ઓવરમાં 119/9) સામે ઑસ્ટ્રેલિયા (10 ઓવરમાં 123/3)ની ‘સી’ ગ્રેડની ટીમ પણ સહેલાઇથી જીતી ગઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button