‘હાય ગરમી’ ગર્લને નથી પડતો ગરમીથી ફરક, કરે છે આવું હેવી વર્ક આઉટ
મુંબઈ: સૌપ્રથમ તો પોતાના ડાન્સથી જ આખા ભારતને પોતાના કાયલ બનાવનારી નોરા ફતેહીએ પછીથી બોલીવુડની ફિલ્મોમાં અભિનય પણ કર્યો અને ત્યારબાદ તેના ફેન્સની સંખ્યામાં જબ્બર વધારો થઇ ગયો. નોરા ત્યાર બાદ સતત સમાચારોમાં છવાયેલી રહે છે અને એક કે બીજા કારણોસર હેડલાઇન્સમાં ચમકતી રહે છે. જોકે ‘હાય ગરમી’ ગીતમાં હોટ ડાન્સ કરીને ચાહકોને પણ નાચીને પરસેવે રેબઝેબ કરવા મજબૂર કરી દેનારી નોરા ફતેહીને ગરમીથી જરાય ફરક નથી પડતો.
મુંબઈ સહિત આખા દેશમાં ગરમીથી લોકો હાય તોબા પોકારી ગયા છે ત્યારે ‘હાય ગરમી’ ગર્લ આટલી ગરમીમાં પણ પોતાનું વર્ક-આઉટ તો કરી જ લે છે.
ઉનાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે પણ નોરા પોતાનું વર્ક-આઉટ મિસ નથી કરી રહી તેનો પુરાવો પણ છે. નોરાના હેવી વર્ક-આઉટનો પુરાવો છે તેના એબ્સ. નોરા હાલમાં જ એક જિમની બહાર જોવા મળી હતી અને પેપેરાઝીએ તેના ફોટો અને વીડિયો લઇ લીધા હતા. બ્લેક કલરના જિમ આઉટફિટમાં નોરા ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. જોકે બધાની નજર તેના એબ્સ પર ટકેલી હતી. નોરાએ પહેરેલા આઉટફિટમાં તેના એબ્સ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. એટલે લોકો ચર્ચા કરી રહ્યા છે કે ફિટનેસ ફ્રિક નોરા કોઇપણ ભોગે પોતાનું વર્ક-આઉટ તો છોડશે જ નહીં.
આ પણ વાંચો: હું Aishwarya Raiને મારી બાજુમાં પણ બેસાડવા નહોતો માંગતો… Abhishek Bachchanએ કેમ કહ્યું આવું…