લાડકી

મસ્ટ હેવ ડ્રેસીસ…

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

મહિલાઓ પોતાના લુકને લઈને ખૂબ જ સતર્ક થઇ ગઈ છે. હવે કઈ પણ પહેરીને બહાર જવાનો જમાનો નથી .તમારા આઉટલુક પરથી તમારી પર્સનાલિટી કેવી છે તેનું તારણ નીકળી જાય તેથી મહિલા ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. ડ્રેસ એટલે કે વન પીસ. ડ્રેસમાં ઘણી વેરાઈટી આવે છે, જેમકે શોર્ટ લેન્થ , મીડ લેન્થ અને ફૂલ લેન્થ.એમાં પણ યોક વાળા ડ્રેસ, લેયર વાળા ડ્રેસ, સ્લીવસમાં વેરિએશન વગેરે , વગેરે. તમારી હાઈટ અને બોડી ટાઈપ પ્રમાણે તમે ડ્રેસની પસંદગી કરી શકો અને એક આગવી ઓળખ ઊભી કરી શકો. ડ્રેસ પહેરવાથી એક ઈમ્પ્રેસીવ લુક આવે છે.તમારી પર્સનાલિટીને એક ચોક્કસ લુક મળે છે. એક મહિલાના વોર્ડરોબમાં અમુક સ્ટાઇલના ડ્રેસ હોવા જ જોઈએ.
ચાલો, જાણીએ કઈ ટાઈપના બેઝિક ડ્રેસ એક મહિલાના વોર્ડરોબમાં હોવા જરૂરી છે..

ડેનિમ
ડેનિમના ડ્રેસ કેઝ્યુઅલ આઉટિંગ માટે એક પરફેક્ટ ચોઈસ છે. ડેનિમના ડ્રેસ પહેરવાથી એક સ્માર્ટ લુક આવે છે. અને કોઈ પણ વયની મહિલાને આ ડેનિમના ડ્રેસ સારા લાગે છે. ડેનિમના ડ્રેસમાં પણ લેન્થ અને ડિઝાઇન વેરિએશન આવે છે, જેને લીધે તમે તમારા બોડી ટાઇપને અનુરૂપ ડ્રેસની પસંદગી કરી શકો.ડેનિમ ડ્રેસમાં જે શોર્ટ લેન્થ અને શર્ટ સ્ટાઇલ ડ્રેસ આવે છે તે યન્ગ યુવતી પર વધારે સારા લાગશે, જે તમે કોફી ડેટ કે ગર્લ્સ આઉટિંગમાં પહેરી શકો. આ ડ્રેસ સાથે વાઈટ કલરના સ્પોર્ટ્સ શૂઝ એક પરફેક્ટ મેચ છે. સ્ટ્રેચેબલ ડેનિમ પણ આવે છે. જો તમારું શરીર સુડોળ હોય તો જ સ્ટ્રેચેબલ ડેનિમના ડ્રેસ પહેરવા. મિડલ એજ મહિલા મીડ લેન્થ અથવા ફૂલ લેન્થ ડેનિમના ડ્રેસ પહેરી શકે, જે કિટી પાર્ટી કે હોલિડેઝ માટે પરફેક્ટ છે.

બ્લેક ડ્રેસ
મોટા ભાગની મહિલાના વોર્ડરોબમાં એક બ્લેક ડ્રેસ તો હોય જ છે. કોઈ પણ પાર્ટીમાં જવાનું હોય અને કઈ સૂજતું ન હોય કે શું પહેરવું ત્યારે બ્લેક ડ્રેસ એક બ્લેસિંગ સમાન છે.સૌ પ્રથમ બ્લેક ડ્રેસમાં પાતળા હોવાનો આભાસ થાય છે અને બ્લેક એક ક્લાસિક કલર હોવાને કારણે ક્યારેય પણ બ્લેક ડ્રેસ આઉટ ઓફ ફેશન લાગતો નથી.બ્લેક ડ્રેસ સાથે એક્સેસરીઝ મેચિંગમાં પણ વાંધો નથી આવતો.બ્લેક ડ્રેસમાં પુષ્કળ ઓપશન અને વેરાઈટી મળે છે.એવો ડ્રેસ પસંદ કરવો કે જે ક્લાસિક લુક આપે. બ્લેક ડ્રેસમાં ફ્રિલ અથવા લેયર વાળા ડ્રેસ પણ આવે છે કે જો ભરેલા શરીરવાળી યુવતી લેયર્સવાળા ડ્રેસ પેહરે તો થોડો ડેલિકેટ લુક આવે. બ્લેક ડ્રેસ પાર્ટી કે એવોર્ડ ફંક્શન માટે બેસ્ટ ઓપશન છે. બ્લેક ડ્રેસ સાથે ગોલ્ડન અને સિલ્વર એમ બન્ને એક્સેસરીઝ પહેરી શકાય. તમારા ડ્રેસને અનુરૂપ અને ઇવેન્ટને અનુરૂપ તમે એક્સેસરીઝ ડિસાઈડ કરી શકો.

વાઈટ ડ્રેસ
વાઈટ ડ્રેસ બહુ ઓછી મહિલાની પસંદગી હોય છે.વાઈટ ડ્રેસનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે ,વાઈટ ડ્રેસ સાથે બધાજ કલર મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય. વાઈટ ડ્રેસ મોટા ભાગે મહિલાઓ સમરમાં પહેરવાનું પસંદ કરે છે. જો તમારે ક્રાઉડમાં સ્ટેડઆઉટ થવું હોય – બીજાથી અલગ તરી આવવું હોય તો તમે વાઈટ સાથે કોઈ પણ ફ્રેશ કલરનું મિક્સ એન્ડ મેચ કરી પહેરી શકો, જેમકે કોફી ડેટ માટેની લેન્થનો વાઈટ ડ્રેસ અને તેની સાથે સની યલો કલરનો બેલ્ટ, યલો કલરના શૂઝ અને યલો કલરનું ક્લચ એક ડિફરન્ટ લુક આપશે. વાઈટ ડ્રેસ સાથે તમે પ્રિન્ટેડ શ્રગ પહેરી શકો.પ્લેન વાઈટ ડ્રેસ જો ન વસાવવો હોય તો વાઈટ બેઝ પર કલરફુલ ફ્લોરલ ડિઝાઇનવાળો ડ્રેસ પણ વસાવી શકાય .સમર હોલિડેઝ માટે વાઈટ ડ્રેસ એક પરફેક્ટ ચોઈસ છે.વાઈટ ડ્રેસ સાથે કલરફુલ એક્સેસરીઝ પણ સારી લાગશે.

રેડ ડ્રેસ
રેડ ડ્રેસ પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. જો તમે કોન્ફિડન્ટ હો તો જ રેડ ડ્રેસ પહેરવો. લાંબી પાતળી યુવતી પર રેડ ડ્રેસ ખૂબ જ સરસ લાગે છે.
રેડ ડ્રેસમાં તમારી પર્સનાલિટી ઊભરીને આવે છે રેડ ડ્રેસ ખાસ કરીને વેલેન્ટાઈન -ડે અથવા ક્રિસમસમાં પહેરી શકાય. રેડ ડ્રેસ સાથે સિલ્વર અથવા ગોલ્ડન એમ બન્ને કલરની એક્સેસરીઝ પહેરી શકાય. ગર્લ્ઝ નાઈટ આઉટ માટે પણ રેડ ડ્રેસ પરફેક્ટ ઓપશન છે. રેડ ડ્રેસ સાથે ડેનિમનું જેકેટ પણ પહેરી શકાય. અથવા રેડ ડ્રેસ સાથે બ્લેક લેધરનું જેકેટ પણ પહેરી શકાય. જયારે કોઈ ઇવેન્ટમાં ઈમ્પ્રેસીવ લુક જોઈતો હોય ત્યારે રેડ ડ્રેસ પહેરી શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ…