ઇન્ટરનેશનલ

લો બોલો, આ ગામમાં એક ટીપું પણ વરસાદ પડતો નથી…

દુનિયામાં એવી ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આખા વર્ષ દરમિયાન વરસાદ પડતો રહે છે. મેઘાલયના માવસિનરામ ગામમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. ચોમાસાની શરૂઆત થતાં જ ઝાડ ખીલી ઊઠે છે. મોરલા ટહુકવા લાગે અને મોસમ તો જાણે પૂર બહારમાં ખીલી ઊઠે છે. વિશ્વના દરેક વિસ્તારોમાં થોડો તો થોડો પણ વરસાદ પડતો હોય છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં એવી પણ જગ્યા છે જ્યાં ક્યારેય વરસાદ પડતો જ નથી? અલ-હુતૈબ નામનું આ ગામ યમનની રાજધાની સનામાં આવેલું છે. જ્યાં એક ટીપું પણ વરસાદ પડતો નથી.

દરેક જગ્યાએ ઓછામાં ઓછો હળવો વરસાદ પડતો જ હોય છે ત્યારે સાવ એવું કેવી રીતે માની શકાય કે સાવ વરસાદ પડતો જ નથી. પરંતુ આ વાત 100 ટકા સાચી છે. દુનિયામાં એક એવું પણ ગામ છે જ્યાં વરસાદ પડતો જ નથી. જો કે વર્ષોથી વરસાદ ન થતાં ગ્રામજનો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ચાલો જણાવું તમને એ ગામ વિશે જ્યાં સાવ વરસાદ જ નથી પડતો.

અલ-હુતૈબ નામનું આ ગામ યમનની રાજધાની સનામાં આવેલું છે. સનાના પશ્ચિમ વિસ્તારમાં મનખના હારાજમાં આવેલું આ ગામ જમીનની સપાટીથી લગભગ 3200 મીટરની ઊંચાઈએ લાલ રેતીના પથ્થરની ટેકરીની ટોચ પર સ્થિત છે. અન્ય સ્થળો કરતા ઊંચું હોવા છતાં પણ આ સ્થળે દુષ્કાળની સ્થિતિ જોવા મળી રહી છે. કહેવાય છે કે અહીં ક્યારેય એક ટીપું પણ વરસાદ આવ્યો નથી. તેમ છતાં પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે. આ ગામ આખું ડુંગરાળ વિસ્તારમાં છે અને ખૂબ જ સુંદર મકાનો બનાવવામાં આવ્યા છે, આ મકાનોની બનાવટ જોઇને પ્રવાસીઓ ખુશ થઈ જાય છે. જો કે ગામમાં દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હોય છે અને રાત્રે ઠંડી હોય છે. સવારે સૂર્યોદય થતાં જ વાતાવરણ ફરી ગરમ થઈ જાય છે.

અહીં વરસાદ કેમ નથી પડતો તેનું કારણ જાણીને નવાઇ લાગશે. અહીં વરસાદ ન પડવા પાછળનું કારણ એ છે કે આ ગામ ખૂબ ઊંચાઈ પર છે. આ ગામ 3200 મીટરની ઉંચાઈ પર છે. જ્યારે 2000 મીટરની ઊંચાઈએ વાદળો રચાય છે. એટલે કે આ ગામની નીચે વાદળો હોય છે. આથી વાદળ વરસે તો પણ પાણી ગામની નીચેથી વહી જાય પરંતુ ગામમાં વરસાદનું ટીપું પણ પડતું નથી. આથી અહીંના લોકો વરસાદની સુંદરતા જોઈ શકતા નથી. જોકે ગામના લોકો ગામને સ્વર્ગ માને છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત