મનોરંજન

હું Aishwarya Raiને મારી બાજુમાં પણ બેસાડવા નહોતો માંગતો… Abhishek Bachchanએ કેમ કહ્યું આવું…

હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને કે આખરે બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Bollywood Actor Abhishesk Bachchan)એ એવું કહેવું પડ્યું કે તે પોતાની પત્ની, ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Ex.Miss World And Actress Aishawarya Rai-Bachchan)ને પોતાની બાજુમાં પણ બેસાડવા નહોતો માંગતો, અરે એટલું જ નહીં પણ તે આના માટે દુઆ પણ માંગતો હતો. ચાલો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…

આ પણ વાંચો: પ્રિયંકા અને નિક વચ્ચેના ઉંમર તફાવતને લઈને મધુ ચોપરાએ આપ્યો ટ્રોલ્સને તીખો જવાબ

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર હાલમાં અભિષેક બચ્ચનનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક બચ્ચને કહ્યું હતું કે તે ઐશ્વર્યા રાયથી ડરી ગયો હતો અને તે નહોતો ઈચ્છતો તે ઐશ્વર્યા રાય તેની બાજુમાં આવીને બેસે. આ ઘટના એ સમયની છે જ્યારે અમારા લગ્ન નહોતા થયા. અમે (અભિષેક અને ઐશ્વર્યા) એક શૂટ માટે મોરેશિયસ પહોંચ્યા હતા. એ સમયે મારી બાજું ઐશ્વર્યા બેઠી હતી અને હું નહોતો ઈચ્છતો તે અહીંયા બેસે. પણ એવું ના થયું અને તે મારી બાજુમાં આવીને બેઠી અને સૂઈ ગઈ. હું વિચારી રહ્યો હતો કે આ તો મિસ વર્લ્ડ રહી ચૂકી છે અને ઊંઘમાંથી ઉઠીને એને કંઈ ખાવા-પીવા જોઈતું હશે તો… હું ડરી ગયો હતો એ વખતે…

આ પણ વાંચો: Maharaj Poster:આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર જાહેર, જાણો ક્યારે અને ક્યાં પ્લેટફોર્મ પર રીલીઝ થશે

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Abhishek Bachchan And Aishwarya Rai Bachchan) વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું એવી ચર્ચા ચાલી રહી છે. બંને જણ એક સાથે બહુ સ્પોટ નથી થતાં. એટલું જ નહીં હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ઐશ્વર્યા એકલી જ દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) સાથે સ્પોટ થઈ હતી. આ સિવાય મુંબઈમાં મતદાન કરવા પણ તે એકલી જ પહોંચી હતી.

ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્ન 2007માં થયા હતા અને બંનેને એક સુંદર મજાની ઢીંગલી જેવી દીકરા પણ છે આરાધ્યા. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બંને જણ વચ્ચે કંઈ ઠીક નથી અને એટલે બંને જણ અલગ અલગ રહે છે. જોકે, બચ્ચન પરિવાર કે પછી અભિષેક બચ્ચન કે ઐશ્વર્યા રાય બચ્ચન (Abhishek Bachchan And Aishwarya Rai Bachchan)એ આ બાબતે ઓફિશિયલી કોઈ પણ નિવેદન આપ્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button