મધ્ય રેલવે પર પ્રવાસીઓના ‘મેગા’હાલ
મુંબઈઃ મધ્ય રેલવે પ્રવાસ કરનારા પ્રવાસીઓની હાલાકી આજથી વધી રહી છે. મધ્ય રેલવે દ્વારા પહેલાં સીએસએમટી-ભાયખલા વચ્ચે 36 કલાકના બ્લોકની જાહેરાત કરવામાં આવી હતી અને હવે થાણે ખાતે 30મી મેના મધરાતથી 63 કલાકનો બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ બંને મેગા બ્લોકને કારણે પ્રવાસીઓના ‘મેગા’ હાલ થવાના છે એ વાત તો ચોક્કસ છે. આ બંને બ્લોકની જાહેરાતને જોતા આવતીકાલથી પ્રવાસ કરવાનું ટાળવું જ વધારે હિતાવહ રહેશે.
આ પણ વાંચો: AC Localમાં ‘મફતિયા’ લોકો ટ્રાવેલ કરે છે? મધ્ય રેલવેએ જાહેર કર્યો Whatsapp number
મધ્ય રેલવેના ડીઆરએમ શલભ ગોયલે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે થાણે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 5 અને 6ની લંબાઈ વધારવા માટે 30મી મેની મધરાતથી જ મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. થાણે ખાતે ડાઉન ફાસ્ટ લાઈન 62 કલાક અને અપ સ્લો લાઈન પર 12 કલાકનો બ્લોક લેવામાં આવશે.
આ પણ વાંચો: મધ્ય રેલવેમાં અકસ્માતનો સિલસિલો ચાલુ જઃ યુવકે ગુમાવ્યા બંને પગ
થાણેના પ્લેટફોર્મ નં. 5 અને છ સૌથી વ્યસ્ત પ્લેટફોર્મમાંથી એક અને જો પ્લેટફોર્મની પહોળાઈ વધારવામાં આવશે તો વધુ પ્રવાસીઓ પ્લેટફોર્મ પર ઊભા રહી શકશે. રેલવે દ્વારા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બંને બ્લોક એક જ સમયે લેવામાં આવે જેથી પ્રવાસીઓને એક જ વખત હાલાકી ભોગવવાનો વારો આવે. દરમિયાન પહેલી અને બીજી જૂનના સીએસએમટી ખાતે પણ 36 કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે અને હવે 30મી જૂન ગુરુવારથી થાણે ખાતે પણ 62 કલાકના બ્લોકની જાહેરાત કરવામાં આવી છે.
આ બ્લોકને કારણે આટલી ટ્રેનો રદ્દ-
*શુક્રવારે 31મી મેના 187 લોકલ ટ્રેન અને ચાર મેલ એક્સપ્રેસ ટ્રેન
*શનિવારે પહેલી જૂનના 534 લોકલ ટ્રેન અને 37 મેલ એક્સપ્રેસ ટ્રેન
*રવિવારે બીજી જૂનના 235 લોકલ ટ્રેન અને 31 મેલ એક્સપ્રેસ ટ્રેન
આટલી ટ્રેનો કરાશે શોર્ટ ટર્મિનેટ
*શુક્રવારે 31મી મેના 12 લોકલ ટ્રેન અને 11 મેલ એક્સપ્રેસ ટ્રેન
*શનિવારે પહેલી જૂનના 326 લોકલ ટ્રેન
*રવિવારે બીજી જૂનના 114 લોકલ ટ્રેન અને 18 મેલ એક્સપ્રેસ ટ્રેન
આસપાસની મહાપાલિકાને વિશેષ બસ દોડાવવાની અપીલ
થાણે અને સીએસએમટી ખાતે હાથ ધરાનારા બ્લોકને કારણે અનેક લોકલ ટ્રેનો અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવશે, જેને કારણે રેલવે દ્વારા આસપાસની મહાપાલિકા દ્વારા પ્રશાસનને વધુમાં વધુ બસ દોડાવવા માટેની ભલામણ કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓને વધારે હાલાકી ના પડે.