આમચી મુંબઈમહારાષ્ટ્ર

ત્રણ દિવસમાં સંજય રાઉત માફી માગે: એકનાથ શિંદે આક્રમક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી) જૂથના પ્રવક્તા અને સંસદસભ્ય સંજય રાઉતને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે આ નોટિસમાં અત્યંત આક્રમક વલણ અપનાવતાં સંજય રાઉતને ત્રણ દિવસમાં માફી માગવાની તાકીદ કરવામાં આવી છે.


શિવસેના દ્વારા વકીલના માધ્યમથી ફોજદારી બદનક્ષીના દાવાની નોટિસ ફટકારવામાં આવી છે.
સંસદસભ્ય સંજય રાઉતે સામના દૈનિકમાં પોતાની સાપ્તાહિક કોલમ રોખઠોકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર અનેક ગંભીર આરોપ કર્યા હતા. એકનાથ શિંદેએ અજિત પવાર વિરુદ્ધ કાવતરું ઘડ્યું હોવાનો આરોપ પણ તેમાં કરવામાં આવ્યો હતો. પ્રગતિશીલ વિચારો પર ચાલનારું મહારાષ્ટ્ર ચૂંટણીના પૈસાના ધુમાડા પર ચાલ્યું, લોકોએ પૈસા લીધા અને ભ્રષ્ટાચાર દ્વારા ગઠિત થયેલી સરકારે લોકોને ભ્રષ્ટ કરી નાખ્યા, એવો આક્ષેપ સંજય રાઉતે આ કોલમમાં કર્યો હતો. એકનાથ શિંદેએ લોકસભાની ચૂંટણીમાં અફાટ પૈસાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. દરેક મતદારસંઘમાં ઓછામાં ઓછા રૂ. 25-30 કરોડ વહેંચવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ તેમાં કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : એકનાથ શિંદેને જેલમાં નાખવા ભાજપે કાવતરું રચ્યું હોવાનો સંજય રાઉતનો દાવો

આ પ્રકરણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હવે આકરું વલણ અપનાવતાં સંજય રાઉતને માફી માગવા જણાવ્યું છે. આ નોટિસને આધારે સંજય રાઉતને માફી માગવા માટે ત્રણ દિવસની મુદત આપવામાં આવી છે અને જો માફી ન માગે તો કાનૂની કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે.

સંજય રાઉત દ્વારા કરવામાં આવેલા આક્ષેપો જુઠા અને બદનક્ષીપુર્ણ હોવાનું જણાવતાં તેમાં કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદેની બદનામી કરવાનો અને જાહેર જનતાની દિશાભૂલ કરવાનો પ્રયાસ રાઉત દ્વારા બદઈરાદાપુર્વક કરવામાં આવ્યો હતો. તેમાં પૈસાની વહેંચણી કરવાના આક્ષેપો અંગે પુરાવા રજૂ કરવાનો પડકાર ફેંકવામાં આવ્યો છે.
સંજય રાઉતે પોતાને નોટિસ મળી હોવાનું જણાવતાં કહ્યું હતું કે ‘અબ આયેગા મઝા.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button