31મી May પહેલાં કરી લો આ કામ નહીંતર…
મે મહિનો પૂરો થવાના આરે છે અને બે દિવસ બાદ જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે કેટલાક એવા કામ છે જે તમારે પૂરા કરી લેવા જોઈએ, નહીં તો તમને મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે.
આજે અમે અહીં તમને આવા જ એક કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો આ કામ તમે 31મી મે પહેલાં નહીં કરો તો તમને ડબલ ટેક્સ ભરવો પડી શકે છે. જો તમે પણ હજી સુધી તમારા આધારકાર્ડ અને પેનકાર્ડને લિંક (Aadharcard Pancard Link)ના કરાવ્યું હોય તો તમારે એ કામ તાત્કાલિક કરાવી લેવું પડશે. જો તમે આવું નહીં કરો તો તમને ડબલ ટેક્સ ચૂકવવો પડશે એવી ચેતવણી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ (Incometax Department) દ્વારા આપવામાં આવી છે.
જો તમે પણ ટેક્સપેયર્સ છો તો તમારા માટે 31મી મે પહેલાં પેનકાર્ડને આધાર સાથે લિંક કરવું ખૂબ જરૂરી છે. જો તમે આ ડેડલાઈન ચૂકી જશો તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે એવી ચેતવણી પણ આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્વીટ કરીને આ બાબતે માહિતી આપવામાં આવી છે.
આઈટી ડિપાર્ટમેન્ટ (Incometax Department) દ્વારા આપવામાં આવેીલી માહિતી અનુસાર જો તમે પેનકાર્ડ અને આધારકાર્ડને લિંક (Aadharcard Pancard Link) નહીં કરાવ્યું હોય તો આવી પરિસ્થિતિમાં તમારે ડબલ ટીડીએસ ચૂકવવો પડી શકે છે.
24મી એપ્રિલ, 2024ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (Central Board Of Direct Taxes-CBDT) દ્વારા બહાર પાડવામાં આવેલા એક સર્ક્યુલર પ્રમાણે જે લોકોના એકાઉન્ટમાંથી ઓછો ટીડીએસ કપાયો છે અને તેઓ 31મી મે સુધી પેન અને આધારકાર્ડ લિંક કરી લેશે તો તેમણે વધારાનો ટીડીએસ આપવાની જરૂરિયાત નહીં રહે.
આ રીતે પેનકાર્ડ અને આધારકાર્ડને કરો લિંક
- તમે ઘરે બેઠાં બેઠાં જ પેનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરી શકો છો. એના માટે તમારે આયકર વિભાગની વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે.
- Quick Links પર ક્લિક કરી Link Aadhaar પર ક્લિક કરો.
- પેન અને આધાર નંબર દાખલ કર્યા બાદ વેલિડેટ પર ક્લિક કરો.
- આધાર કાર્ડમાં લખેલું નામ અને મોબાઈલ નંબર લખ્યા બાદ લિંક આધારના ઓપ્શન પર ક્લિક કરો.
- મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને એન્ટર કરો અને Validate પર ક્લિક કરો અને થઈ ગયું તમારું આધાર અને પેનકાર્ડ લિંક.